મેક્સિકો : તુફાન અગાથાના કારણે દક્ષિણ મેક્સિકોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને 20 અન્ય લોકો હજુ પણ ગુમ છે. દક્ષિણી શહેર ઓક્સાકાના ગવર્નરે આ જાણકારી આપી. ઓક્સાકાના ગવર્નર અલેજાન્ડ્રો મુરાતે જણાવ્યું હતું કે, પૂરના કારણે ઘણા ઘરો ધોવાઈ ગયા હતા, જ્યારે ઘણા લોકો સ્વેમ્પ અને ખડકોના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
10 લોકોના મોત - "પૂર અને ભૂસ્ખલનને કારણે લોકોના મોત થયા છે." તેમણે કહ્યું કે, જીવ ગુમાવનારા મોટા ભાગના લોકો પર્વતીય વિસ્તારના કેટલાંક નાના શહેરોના હતા, જ્યારે હુઆતુલ્કોના રિસોર્ટ પાસે ત્રણ બાળકો ગુમ થયાના અહેવાલો પણ છે. 'અગાથા'ની અસરને કારણે 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે, હવે તે નબળો પડી ગયો અને વેરાક્રુઝ રાજ્ય તરફ ગયો.
અપડેટ ચાલું છે...