ETV Bharat / international

Hamas Attacks Israels Ashkelon: ચેતવણી બાદ હમાસે ઈઝરાયેલના અશ્કેલોન પર રોકેટ વડે હુમલો કર્યો

હમાસે ઈઝરાયેલના શહેર અશ્કેલોન પર રોકેટ વડે હુમલો કર્યો હતો. યુ.એસ.માં ઇઝરાયેલી દૂતાવાસ અનુસાર, સપ્તાહના અંતમાં ઇઝરાયેલ પર હમાસના હુમલામાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે.

Hamas Attacks Israels Ashkelon
Hamas Attacks Israels Ashkelon
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 6:31 AM IST

જેરુસલેમઃ હમાસે ઈઝરાયેલના શહેર એશ્કેલોન પર રોકેટ વડે હુમલો કર્યો છે. અગાઉ, આતંકવાદી જૂથે નાગરિકોને થોડા કલાકોમાં અશ્કેલોન છોડી દેવાની ચેતવણી આપી હતી. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ અશ્કેલોન ગાઝાથી લગભગ 15 કિમી દૂર છે. હમાસની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઉબૈદાએ ઈઝરાયેલના એશકેલોન બંદરના રહેવાસીઓને કોઈ વધુ વિગતો આપ્યા વિના સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યા સુધીમાં વિસ્તાર છોડી દેવા જણાવ્યું હતું.

અશ્કેલોન પર હુમલો: BBCના અહેવાલ મુજબ, હમાસે ખાસ કરીને ગાઝા પર ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈઝરાયેલના શહેર અશ્કેલોન પર હુમલો કરવાની ધમકી આપી હતી. ટેલિગ્રામ પરની એક પોસ્ટમાં હમાસે કહ્યું કે ગાઝા પટ્ટીની ઉત્તરે આવેલા શહેરના રહેવાસીઓએ થોડા કલાકોમાં જ નીકળી જવું પડશે. યુ.એસ.માં ઇઝરાયેલી દૂતાવાસ અનુસાર, સપ્તાહના અંતમાં ઇઝરાયેલ પર હમાસના હુમલામાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે.

4,500થી વધુ રોકેટ છોડવામાં આવ્યા: એમ્બેસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે "મૃતકોની સંખ્યા વધીને 1,008 થઈ ગઈ છે, જ્યારે ઓછામાં ઓછા 3,418 ઘાયલ છે," ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું છે કે તે દૂતાવાસના આ અહેવાલોની પુષ્ટિ અથવા ઇનકાર કરી શકતું નથી. IDFના પ્રવક્તાએ CNNને જણાવ્યું કે 900થી વધુ મોત થયા છે. ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે શનિવારથી ગાઝાથી ઈઝરાયેલમાં 4,500 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયેલની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું છે કે ગાઝાની સરહદે આવેલા એસ્કોલ વિસ્તારમાં રોકેટ હુમલામાં બે વિદેશી કામદારો માર્યા ગયા છે અને અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.

  1. Pm Modi And Netanyahu Conversation : ઈઝરાયલ વડાપ્રધાન અને મોદી વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત, મોદીએ ઈઝરાયલને આપી હૈયાધારણ
  2. Hamas Israel Conflict : ઇઝરાયેલના વિસ્તારમાંથી 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા : IDF

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.