તેહરાન (ઈરાન): હદીસ નજફી એક યુવાન ઈરાની (Iran Anti Hijab Protest) છોકરી હતી. મહસા અમીનીના મૃત્યુ સામે ચાલી રહેલા વિરોધ (hadis najafi protest against hijab) દરમિયાન તેણીના વાળ બાંધવાનો વિડિયો વાયરલ થયો હતો, જેને ઈરાની પોલીસ કર્મચારીઓએ કથિત રીતે ગોળી મારી દીધી હતી. હવે હદીસ નજફીના અંતિમ સંસ્કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો તેની કબર પર તસવીર મૂકીને રડતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હદીસ પર છ ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેના પેટ, ગરદન, હૃદય અને હાથ પર ગોળીઓ વાગી હતી.
-
This 20 Yr old girl who was getting ready to join the protest against the murdering of #MahsaAmini got killed by 6 bullets.#HadisNajafi, 20، was shot in the chest, face and neck by Islamic Republic’s security forces.
— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Be our voice.#مهسا_امینیpic.twitter.com/NnJX6kufNW
">This 20 Yr old girl who was getting ready to join the protest against the murdering of #MahsaAmini got killed by 6 bullets.#HadisNajafi, 20، was shot in the chest, face and neck by Islamic Republic’s security forces.
— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 25, 2022
Be our voice.#مهسا_امینیpic.twitter.com/NnJX6kufNWThis 20 Yr old girl who was getting ready to join the protest against the murdering of #MahsaAmini got killed by 6 bullets.#HadisNajafi, 20، was shot in the chest, face and neck by Islamic Republic’s security forces.
— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 25, 2022
Be our voice.#مهسا_امینیpic.twitter.com/NnJX6kufNW
હદીસ નજફી કોણ છે: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને 21 સપ્ટેમ્બરે ગોળી મારી દેવામાં આવી હતી. સુરક્ષા દળોએ તેને ગોળી માર્યા બાદ તેને ઘેમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હદીસની બહેને કહ્યું કે, તે માત્ર 20 વર્ષની હતી. મહસા અમીનીના અવસાન બાદ તેમનું હૃદય તૂટી ગયું હતું. તેણીએ કહ્યું કે, તે ચૂપ રહી શકતી નથી. તેઓએ તેને છ ગોળીઓ મારી. પત્રકાર અને મહિલા અધિકાર કાર્યકર્તા મસીહ અલીનેજાદે 25 સપ્ટેમ્બરે હદીસના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેણે હદીસનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે પ્રદર્શમમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહી હતી.
ગોળી મારી: અલીનેજાદે ટ્વીટ કરીને લખ્યું કે, આ 20 વર્ષની છોકરી મહેસા અમીનીની હત્યાના વિરોધમાં સામેલ થવા માટે તૈયાર થઈ રહી છે. તેને છ ગોળી મારી દેવામાં આવી છે. ઇસ્લામિક રિપબ્લિકના સુરક્ષા દળો દ્વારા તેને છાતી, ચહેરા અને ગરદનમાં ગોળી વાગી હતી. વીડિયોમાં તે વિરોધમાં સામેલ થવા માટે વાળ બાંધતી જોવા મળી રહી છે. હદીસના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
પ્રદર્શનમાં મૃત્યુ: હાલમાં ઈરાનમાં હિજાબની અનિવાર્યતા વિરુદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વિરોધમાં અત્યાર સુધીમાં 57 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પ્રદર્શનમાં મૃત્યુ પામનાર 20 વર્ષીય હદીસ નજફી ઈરાનના સુરક્ષા દળોનો શિકાર બન્યા છે.