યુરોપ: યુરોપના શહેર ઈટાલીમાં ગયા વર્ષે 70 વર્ષના સૌથી ભીષણ દુકાળ બાદ આ વર્ષે પણ સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. આવનારા દિવસો ઈટાલી- ખાસ કરીને વેનિસ સિટી માટે કપરાં રહેવાના એંધાણ છે એવું આ તસવીર પરથી કહી શકાય છે. વેનિસ સિટીમાં જળસ્તર ઘટી જતા સર્વત્ર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
કેનાલમાં પાણી સુકાય ગયા: વેનિસની જાણીતી અને ઐતિહાસિક કેનાલમાં ગોંડોલા અને વોટર ટેક્સમાં મોટી બ્રેક લાગી ચૂકી છે. એક સમયે કેનાલમાં હિલ્લોળા લેતું પાણી સુકાઈ ગયું છે. જેના કારણે કાદવના દર્શન થઈ રહ્યા છે. આ સ્થિતિ જોઈને વેનિસ આવતા પ્રવાસીઓમાં મોટી નિરાશા જોવા મળી રહી છે. કેનાલમાં રહેલી માછલીઓના પણ મૃત્યું થઈ ગયા છે. પર્યાવરણલક્ષી સંગઠનોના જણાવ્યા પ્રમાણે ઈટાલીમાં દુષ્કાળ થવા પાછળનું કારણ આલ્પની પર્વતમાળામાં થયેલી હિમવર્ષા છે. જે ગત વર્ષે થઈ હતી.
કેનાલમાં કાદવ કિચડ: નાની મોટી તમામ કેનાલ હાલમાં સુકાઈ ગઈ છે. જેમાં કાદવને કારણે વાસ પણ આવી રહી છે. પાણી ઊતરી જવાને કારણે બોટને ત્યાં જ બાંધી રાખવી પડી હતી. સમગ્ર વેનિસ સિટીમાં કુલ 150થી વધારે કેનાલ છે.
પાણી ઊતરી જવાની ઘટના: એવું માનવામાં આવે છે કે, આ તમામ કેનાલ એક સમયે એકઠી થઈને એક નદી બનતી હતી. જેમાં સૌથી મોટી ગ્રાન્ડ કેનાલ માનવામાં આવે છે. ગ્રાન્ડ કેનાલ સિવાય પણ ત્રણ મોટી કેનાલ સમગ્ર વેનિસ સિટીને જુદા જુદા ભાગમાં વર્ગીકૃત કરે છે. જુડેચા અને ક્નારેજીઓ. આ બન્ને કેનાલને મુખ્ય કેનાલ માનવામાં આવે છે. જ્યારે હાઈટાઈડ હોય ત્યારે પણ પાણી ઊતરી જવાની ઘટનાઓ બનેલી છે.
120 કરતા વધારે ટાપૂ: ખાસ વાત એ છે કે, વેનિસ સિટીમાં જેટલી પણ નહેર છે એ કોઈ નહેર લોકોએ પોતાના માટે નથી બનાવી. વેનિસ સિટી હાલ જ્યાં છે ત્યાં અગાઉ 120 કરતા વધારે ટાપૂઓ હતા. જેની વચ્ચેથી પાણી વહેતું હતું. પછી આસપાસ શહેરનો વિકાસ થયો અને નહેરો એક બીજા સાથે જોડાતી ગઈ. વેનિસમાં જે બોટ કેનાલની વચ્ચેથી ચાલે છે એને ગોંડોલા કહેવાય છે.
ભયાનક સ્થિતી: વર્ષ 2019માં જ્યારે આ શહેરમાં પૂરની અસર થઈ હતી એ સમયે ચર્ચથી લઈને લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા હતા. લોકોની છાતી સુધી પાણી આવી ગયું હતું. જ્યારે ઘરની બારી ખોલે તો પણ પાણી અંદર આવતું હતું. આવી પણ એક સ્થિતિ વેનિસ સિટીની રહી છે. પણ અત્યારે જે તસવીર સામે આવી છે એ ભયાનક છે.