ETV Bharat / international

Imran Khan: ઈમરાન ખાનને ફરી ધરપકડનો ડર, કોર્ટમાં હાજર થતા પહેલા કર્યો દાવો - Imran Khan news

ઈમરાન ખાનને હવે ડર લાગી રહ્યો છે કે, તેમની ફરી ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. ઈસ્લામાબાદ કોર્ટમાં જામીન માટે હાજર થતા પહેલા આ પહેલા દાવો કર્યો છે. તારીખ 2 જૂન સુધી જામીન પર બહાર છે. તાજેતરમાં, અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના રેન્જર્સ કર્મચારીઓ વતી તેની ધરપકડ કરવામાં આવી હતી.

Former Pak PM Imran Khan fears arrest in Islamabad on Tuesday, says there are "80 per cent chances"

author img

By

Published : May 22, 2023, 9:29 AM IST

રાવલપિંડીઃ છેલ્લા કેટલા સમયથી પાકિસ્તાનના કોઇ પણ સમાચાર આવે કે ના આવે ઈમરાન ખાનના સતત સમાચાર સામે આવી રહ્યા છે. ઇમરાન ખાન સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે. ફરી એક વખત ઈમરાન ખાન ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ (PTI)ના ચીફ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ધરપકડને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે મંગળવારે તારીખ 22 મે જ્યારે તે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં તપાસમાં જોડાવા માટે ઈસ્લામાબાદ કોર્ટમાં જશે ત્યારે તેની ફરી ધરપકડ થઈ શકે છે.

પરાજય થવાનો ડર: ઈમરાન ખાને વધુમાં કહ્યું કે, શાસક ગઠબંધનનો તેમને રાજકીય દ્રશ્યમાંથી હટાવવાનો નિર્ણય 2019ની સામાન્ય ચૂંટણીમાં પરાજય થવાના ડરને કારણે છે. તેણે પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ કમર જાવેદ બાજવા પર તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું કે, તે સમજી શકતો નથી. શા માટે તેને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુત્રોએ આપેલી માહિતી અનુસાર જામીન માટે ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર થવાના છે. તેમની ધરપકડ કરવામાં આવે તેવી 80 ટકા સંભાવના છે. તેમની પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે વરિષ્ઠ નેતૃત્વ અને મહિલાઓ સહિત 10,000 થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.

11 વાગ્યે રજૂ કરવામાં આવશે: શનિવારે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના વડાએ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NB)ને જાણ કરી હતી. તેઓ આવતા અઠવાડિયે અલ કાદિર ટ્રસ્ટ કેસની તપાસમાં જોડાઈ શકે છે. ખાને કહ્યું હતું કે તે સવારે 11 વાગ્યે હાજર થઈ શકે છે. ઈમરાન હાલ તારીખ 2 જૂન સુધી જામીન પર બહાર છે. તાજેતરમાં, અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના રેન્જર્સ કર્મચારીઓ વતી તેની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન, તેની પત્ની બુશરા બીબી અને અન્ય પીટીઆઈ નેતાઓ પીટીઆઈ સરકાર અને પ્રોપર્ટી ટાયકૂન વચ્ચેના સોદા સંબંધિત NAB તપાસનો સામનો કરી રહ્યા છે. આનાથી રાષ્ટ્રીય તિજોરીને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.

  1. Imran khan: પાકિસ્તાનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ઈમરાન ખાન ઘરે પરત ફર્યા, સમર્થકો લાહોરમાં એકઠા થયા
  2. Pakistan Imran Khan Arrest: પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, ઈમરાન ખાનને પકડવામાં ઈસ્લામાબાદ પોલીસ નિષ્ફળ
  3. Imran Khan: PTIનો કાર્યકર પોલીસ ક્રેકડાઉનમાં માર્યો ગયો, ખાન વિરુદ્ધ 37 કેસ દાખલ: ઈમરાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.