ETV Bharat / international

Human-Robot Conference: ઈતિહાસમાં પ્રથવાર માનવ-રોબોટની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, મશીને કર્યો દાવો

સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ વખત વિશ્વના સ્માર્ટ રોબોટ્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ તમામ રોબોટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI દ્વારા સંચાલિત હતા. આમાં 51 રોબોટ લગભગ 3000 નિષ્ણાતો સાથે આવ્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 10, 2023, 1:15 PM IST

સ્વિત્ઝર્લેન્ડ: જિનિવામાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા એઆઈ ફોર ગુડ ગ્લોબલ સમિટ યોજાઈ હતી. જેમાં ઇતિહાસમાં પ્રથવાર માનવ-રોબોટની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સોફિયા નામના રોબોટે કહ્યું- આપણે માણસો કરતાં દુનિયાને સારી રીતે ચલાવી શકીએ છીએ. અમારામાં માણસો જેવી લાગણીઓ નથી, જેના કારણે તમામ નિર્ણયો તથ્યોના આધારે લઈ શકીએ છીએ. કોઈના તરફ પક્ષપાત કરવાનો આવતો નથી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

50થી વધારે રોબોટ્સે ભાગ લીધો: પ્રેસ કોન્ફરન્સનો હેતુ જળવાયુ પરિવર્તન, ભૂખમરો અને સામાજિક સંભાળ જેવા મુદ્દાઓના ઉકેલમાં રોબોટના ઉપયોગ પર વિચાર કરવાનો હતો. પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાભરમાંથી 3000 નિષ્ણાતો આવ્યા હતા. 50થી વધારે રોબોટ્સે ભાગ લીધો હતો. પ્રેસ કોન્ફરન્સમાં રોબોટ્સે વિવિધ વિષયો પર પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં રોબોટ્સે કહ્યું હતું કે અમારો ઈરાદો મનુષ્યો પર શાસન કરવાનો નથી. અમે કોઈની નોકરી છીનવવા માંગતા નથી.

AIને તકો આપવાની જરૂર: AI ટેક્નોલોજી દ્વારા આ રોબોટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે નિયમો બનાવવાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે આપણે AIના ક્ષેત્રમાં ભવિષ્યના વિકાસને લઈને સાવધ રહેવાની જરૂર છે. વિશ્વભરમાં આની ચર્ચા થવી જોઈએ. બીજા રોબોટે AIના જોખમોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે AI ને તકો આપવાની જરૂર છે. તેના પર પ્રતિબંધ મુકવાની જરૂર નથી. સાથે મળીને આપણે વિશ્વને વધુ સારું ભવિષ્ય આપી શકીએ છીએ.

મનુષ્યના આયુષ્યને લઈને શું કહ્યું: રોબોટ્સે પણ સ્વીકાર્યું છે કે તેઓ હજુ સુધી માનવીય લાગણીઓને યોગ્ય રીતે પકડી શક્યા નથી. લોકોના સ્વાસ્થ્ય અને બાયો-ટેક્નોલોજી પર કામ કરવા માટે બનાવવામાં આવેલ રોબોટ આઈડાએ કહ્યું- આપણે મનુષ્યની ઉંમર 150 થી 180 વર્ષ સુધી વધારી શકીએ છીએ. લોકો હજુ પણ આ અંગે જાગૃત નથી.

  1. PM Modi in America: 'ભવિષ્ય AI જ છે.', જો બિડેને વડાપ્રધાન મોદીને ભેટમાં આપી ખાસ ટી-શર્ટ
  2. Emotion Identification Technology : AI લાગણીઓને સમજવાની રીતને બદલી શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.