ETV Bharat / international

મસ્કની નવી નિતીથી, હજારો કર્મચારીઓનું ભાવી જોખમમાં - એલોન મસ્ક

ગયા અઠવાડિયે એલોન મસ્કના સંપાદન પછી ટ્વિટરમાં કેટલાક ફેરફારો (Changes to Twitter after Musk acquisition) થયા છે. બ્લૂમબર્ગ અનુસાર, કર્મચારીઓને શુક્રવારે છટણી વિશે સૂચિત કરવાની યોજના (Elon Musk Layoff Plan) છે. અસરગ્રસ્ત કામદારોને 60 દિવસનો પગાર આપી શકાય.

Etv Bharatમસ્કની નવી નિતીથી, હજારો કર્મચારીઓનું ભાવી જોખમમાં

author img

By

Published : Nov 3, 2022, 6:53 PM IST

સાન ફ્રાન્સિસ્કોઃ જ્યારથી એલોન મસ્કે ટ્વિટર કંપની (Elon Musk Twitter) સંભાળી છે, ત્યારથી અરાજકતાનો માહોલ છે. સમાચાર આવી રહ્યા છે કે, ટ્વિટર કર્મચારીઓની છટણી (Twitter lays off employees) કરવામાં આવશે. હવે મસ્કના આગમન પછી કેટલા લોકોને અસર થઈ શકે છે, તે તો સમય જ કહેશે. ધ વર્જના અહેવાલ મુજબ, બુધવારે સાંજે મસ્કે સલાહકારો સાથે બેઠક યોજી હતી. તેમના સાથી પેપાલના ભૂતપૂર્વ CEO ડેવિડ સૅશ પણ આ બેઠકમાં સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ 3,800 કર્મચારીઓની છટણી કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જ્યારે બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો કે, 3,700 કાપવામાં આવશે.

કર્મચારીઓને કાયમ માટે ઘરેથી કામ કરવાની મંજૂરી: બ્લૂમબર્ગ અનુસાર, (According to Bloomberg) કર્મચારીઓને શુક્રવારે છટણી વિશે સૂચિત કરવાની યોજના છે. અસરગ્રસ્ત કામદારોને 60 દિવસનો પગાર આપી શકાય. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મસ્ક ટ્વિટરની તે નીતિને પણ સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે, જે કર્મચારીઓને કાયમ માટે ઘરેથી કામ કરવાની મંજૂરી આપે છે. મીડિયા અહેવાલો અનુસાર, મસ્ક ટ્વિટર ખરીદવા માટેના સોદામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવામાં નિષ્ફળ ગયા પછી જ તેણે સામૂહિક છટણીની નીતિ પર વિચાર કરવાનું શરૂ કર્યું.

મસ્કે ટ્વિટર બ્લુ ટિક માટે નવી પોલિસી જાહેર કરી: જેમ કે, મસ્કના સલાહકાર જેસન કેલાકાનિસના લીક થયેલા ઈમેલમાંથી થોડા દિવસો પહેલા ખુલાસો થયો હતો. અમેરિકન મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, મસ્કે ટેસ્લા પર બનાવેલી લાંબા ગાળાની યોજનાઓ (Elon Musk Layoff Plan) હાલ પુરતી મુલતવી રાખી છે. ગયા અઠવાડિયે એલોન મસ્કના સંપાદન પછી ટ્વિટરમાં કેટલાક ફેરફારો (Changes to Twitter after Musk acquisition) થયા છે. મસ્કે ટ્વિટર બ્લુ ટિક માટે નવી પોલિસી જાહેર કરી છે, જ્યારે આ સપ્તાહના અંત સુધીમાં એડિટિંગ સુવિધા તમામ માટે ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે. મસ્કે જાહેરાત કરી છે કે, તે 'કન્ટેન્ટ મોડરેશન કાઉન્સિલ' પણ બનાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.