ETV Bharat / international

Israel-Palestine War: વિદેશીઓને ગાઝામાંથી બહાર જવા દેવા પરવાનગી અપાઈ, 8 દિવસના યુદ્ધમાં કુલ મૃતાંક 3500થી વધુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 7:48 PM IST

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ આઠમા દિવસમાં પ્રવેશ્યું છે. ગાઝા પટ્ટીમાં રહેતા લાખો લોકોને ગાઝાનો છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વાંચો સમાચાર વિસ્તારપૂર્વક

વિદેશીઓને ગાઝામાંથી  બહાર જવા દેવા પરવાનગી અપાઈ

નવી દિલ્હીઃ શનિવારે પેલેસ્ટાઈન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઈઝરાયલ સાથેનું યુદ્ધ આઠમા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. આ દિવસોમાં કુલ 2,269 પેલેસ્ટિયન્સ મૃત્યુ પામ્યા છે અને 9,814થી વધુ પેલેસ્ટિયન નાગરિકો ઘાયલ થા છે. ગાઝામાં વસતા લાખો લોકોને આ વિસ્તાર છોડવાના આદેશ અપાયા છે કારણ કે ઈઝરાયલ ભૂમિ યુદ્ધ છેડી શકે છે.

1300 ઈઝરાયલી સૈનિકો માર્યા ગયાઃ હમાસે હુમલો કર્યા બાદ ઈઝરાયલે પણ વળતો હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં 1300 ઈઝરાયલી સૈનિકો માર્યા ગયા છે, અનેક નાગરિકો માર્યા ગયા છે અને બંધક બનાવી લેવામાં આવ્યા છે. પેલેસ્ટિયન અને ઈજિપ્ત સરકારને ઈઝરાયલના ઈરાદાનો ભય સતાવે છે. ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં વસતા નાગરિકોને ઈજિપ્ત તરફ દક્ષિણમાં ખદેડી શકે છે.

ઈજિપ્ત સરકારનું નિવેદનઃ ગાઝાપટ્ટીમાં સર્વાઈવ કરવું બહુ કપરું થઈ પડ્યું છે, કારણ કે શરણાર્થીઓ પાસે ખોરાક, દવા, ઈંધણની અછત થઈ છે. સમગ્ર વિસ્તારનો એક માત્ર પાવર પ્લાન્ટ પણ બંધ છે. ગાઝાની સૌથી મોટી હોસ્પિટલના મડદાઘરમાં પરિવાર મૃતદેહ લઈ જાય તેનાથી વધુ ઝડપે નવા મૃતદેહો જમા થઈ રહ્યા છે. ઈજિપ્તની સરકારના અધિકારી જણાવે છે કે ઈજિપ્ત, ઈઝરાયલ અને યુએસ ગાઝામાં ફસાયેલા વિદેશીઓને ઈજિપ્તની સરહદ રહાફ વિસ્તારમાંથી ઈજિપ્તમાં લાવી દે. આઠ દિવસથી ચાલતુ આ યુદ્ધ વધુ ભયાનક બને તે અગાઉ વિદેશી નાગરિકોનું આ વિસ્તાર છોડી દેવું સલામતભર્યુ છે.

કતાર પણ મદદ કરશેઃ તેમણે ઉમેર્યુ કે કતાર પણ નેગોશિયેશનમાં સમેલ છે. કતારને પણ પેલેસ્ટાઈન મિલિટન્ટ ગ્રૂપ, હમાસ અને ઈસ્લામિક જિહાદ તરફથી પરવાનગી મળી છે. ગાઝાથી આવી રહેલા વિદેશીઓ માટે રફાહ સરહદ ખોલી નાખવાના આદેશ કરવામાં આવ્યા છે. આ ક્રોસિંગ પોઈન્ટ પરથી માનવ માટે જીવનજરુરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટે પણ નેગોશિયેશન થઈ રહ્યું છે.

રફાહ ક્રોસિંગ પોઈન્ટ અગત્યનોઃ રફાહ ક્રોસિંગ પોઈન્ટ ફરીથી ખુલે તો અમેરિકાથી મેડિકલ સહાય લઈન આવેલું પ્લેન સહાય પહોંચાડી શકે તેમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ જણાવે છે કે રફાહ ક્રોસિંગ પોઈન્ટ ખુલશે કે તરત જ અમે માનવજરૂરી સહાય પહોંચાડીશું. તેમણે આ માહિતી તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મદદ કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ એરફોર્સનું F-15E ફાઈટર તૈયાર છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશનનું નિવેદનઃ 57 દેશોની બનેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન શનિવારે એક નિવેદન જાહેર કર્યુ છે. જેમાં ઈઝરાયલે પેલેસ્ટાઈન નાગરિકો પર કરેલા હુમલાને વખોડવામાં આવ્યા છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશનના આ નિવેદનમાં સાઉદી અરેબિયાના શાસકોના વિચારો પ્રગટ થાય છે.

વધુ સમયની માંગણીઃ યુરોપીયન યુનિયન ફોરેન પોલિસી ચીફે ક્હયું કે શનિવારે ઈઝરાયલ મિલિટરીએ ઉત્તર ગાઝામાંથી નાગરિકોને સ્થળાંતરણ માટે વધુ સમય આપે. જોસેફ બોરેલ જણાવે છે કે શરણાર્થીઓને સ્થળાંતરણ માટે યોગ્ય સમય અને પરિવહન પૂરુ પાડવું જોઈએ.

220 સાઉથ કોરિયન નાગરિકો બચાવાયાઃ સાઉથ કોરિયન મિલિટરીના પ્લેને 220 સાઉથ કોરિયનને ઈઝરાયલથી સુરક્ષા પૂર્વક સાઉથ કોરિયા શનિવારે પહોંચાડી દીધા છે. સાઉથ કોરિયાનું વિદેશ મંત્રાલય જણાવે છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં એક પણ સાઉથ કોરિયનનું મૃત્યુ થયું નથી.

પેલેસ્ટાઈન આરોગ્ય મંત્રાલયઃ પેલેસ્ટાઈનનું આરોગ્ય મંત્રાલય શુક્રવારે 16 પેલેસ્ટિન નાગરિકો માર્યા ગયા હોવાનું જણાવે છે. 50 પેલેસ્ટિયન નાગરિકોને પશ્ચિમ વિસ્તારમાંથી સ્થળાંતરણ કરાવવામાં આવતા હતા ત્યારે થયેલા હુમલામાં 16 નાગરિકો માર્યા ગયા હતા.

યુએનને વિનંતી કરાઈઃ શુક્રવારે ઈઝરાયલમાં થયેલા હમાસના હુમલામાંથી બચેલા નાગરિકોએ પોતાના સગા સંબંધીને બચાવવા માટે યુએનને વિનંતી કરી હતી. એક વીડિયોમાં ઈઝરાયલ નાગરિક યોની એશર પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે પોતે વેઠેલી પીડા વર્ણવતો નજરે પડે છે. તેના સાસુ દેશના દક્ષિણ વિસ્તારમાં રહે છે તેના ત્યાં જતી વખતે તેઓ હુમલામાં ફસાયા હતા.

હમાસે કુલ 150ને બંધક બનાવ્યાઃ શનિવારે થયેલા આશ્ચર્યજનક હુમલામાં હમાસે કુલ 150 નાગરિકોને બંધક બનાવી લીધા હતા. એલેના ઝિટચિકએ કહ્યું કે અડધો ડઝન જેટલા તેના પિતરાઈ ભાઈ બહેનોને કિબુટ્ઝથી બંધક બનાવી લેવામાં આવ્યા છે. શુક્રવાર સવાર સુધી તેઓ જીવતા હોવાના સમાચાર મળ્યા છે.

જો બાઈડનના આદેશઃ અમેરિક રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના પ્રશાસનને આ યુદ્ધમાં બનતી મદદ મોકલવાના આદેશ કર્યા છે. બાઈડને જણાવ્યું કે મેં ટીમને ઈઝરાયલ, ઈજિપ્ત, જોર્ડન અને અન્ય આરબ દેશોની સરકાર સાથે મળીને કામ કરવાના આદેશ આપ્યા છે. યુએન સેક્રેટરી કાઉન્સિલે ઈઝરાયલ હમાસ યુદ્ધમાં કોઈ નિવેદન આપ્યું નથી. તેમણે શુક્રવારે એક ગુપ્ત બેઠક કરી હતી. તેમણે પાંચ દિવસની અંદર આ બીજી બેઠક કરી હતી. રશિયા ઈઝરાયલ ભૂમિગત હુમલો ન કરે તે માટે પ્રયત્નશીલ છે.

દેશોને એક થવા આહ્વાનઃ સીરિયાના રાષ્ટ્રપતિએ શુક્રવારે સમગ્ર વિશ્વના દેશોને એક થવા આહવાન કર્યુ હતું. ઈઝરાયલ પેલેસ્ટાઈન નાગરિકો પર જે જુલમ ગુજારી રહ્યું છે તે રોકવા માટે બધા એક થાય તેમ જણાવ્યું હતું.

ભૂમિ યુદ્ધ માટે મક્કમઃ ઈઝરાયલના વડા પ્રધાન બેન્ઝામીન નેત્યાન્યૂહ ગાઝા પટ્ટીમાંથી હમાસને સંપૂર્ણ પણે હાંકી કાઢવા માટે ભૂમિ યુદ્ધ કરવા મક્કમ છે. શુક્રવારે નેત્યાન્યૂહે ટેલિવિઝન સંદેશમાં હમાસને ધમકી આપી હતી. હમાસે ઈઝરાયલ પર કરેલા આશ્ચર્યજનક હુમલા બાદ વળતા જવાબમાં ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કરીને છીન્ન ભીન્ન કરી નાખી છે. શનિવાર સુધીમાં ઈઝરાયલે કરેલા આ હુમલામાં કુલ 1,300 લોકો માર્યા ગયા છે.શુક્રવારે ઈઝરાયલે ગાઝા પટ્ટીના અડધાથી વધુ નાગરિકોને તેમનું ઘર છોડી દેવાનો આદેશ કર્યો છે.

રોમમાં વિરોધ પ્રદર્શનઃ યુએન એજન્સી પેલેસ્ટાની શરણાર્થીઓની મદદ કરતા પોતાના સેન્ટર ઓફ ઓપરેશનને દક્ષિણમાં ખસેડવા વિચારી રહ્યું છે. જો કે આ ઓપરેશન સેન્ટર માને છે કે ઉત્તરમાં રહીને ઘાયલોની વધુ મદદ થઈ શકે તેમ છે. આ નિવેદન યુએનના પ્રવક્તા સ્ટીફન ડયુજરિકે શુક્રવારે આપ્યું હતું. રોમમાં પ્રો પેલેસ્ટાઈન સ્ટુડેન્ટ્સ અને ઓથોરિટી વચ્ચે શુક્રવારે ઘર્ષણ થયું છે. સેપિન્ઝા યુનિવર્સિટી ખાતે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસ જવાનો હેલમેટ અને કવચથી સજ્જ હતા જ્યારે વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈનનો ધ્વજ હાથમાં લઈને વિરોધ પ્રદર્શિત કરતા હતા. ઈટાલિયન ન્યૂઝ આઉટલેટ્સે આ ઘટનાનું રિપોર્ટિંગ કર્યુ હતું.

ઈઝરાયલની એર સ્ટ્રાઈકઃ હમાસના અધિકારીઓ જણાવે છે કે ગાઝા સિટીમાં ઈઝરાયલે કરેલા હવાઈ હુમલામાં 70 લોકો જેમાં મોટાભાગે મહિલા અને બાળકો હતા તે મૃત્યુ પામ્યા છે. ગાઝા સિટીના દક્ષિણમાં ત્રણ વિસ્તારમાં ધડાકાભેર કાર ટકરાઈ હતી. હવાઈ હુમલામાં ઈઝરાયલ સૈનિકો કે પ્રવાસીઓમાંથી કોને ટારગેટ કરે છે તે સ્પષ્ટ થતું નહતું. લેબનોનના હેઝબોલાહમાં ઈઝરાયલ ડ્રોન દ્વારા હુમલા કરી રહ્યું હોવાનું ઈઝરાયલ મિલિટરી જણાવે છે.

  1. France after school Attack: શાળામાં થયેલા હીચકારી હુમલા બાદ ફ્રાન્સે 7000 સૈનિકોને દેશની સુરક્ષા વ્યવસ્થામાં ફાળવ્યા
  2. Israli ground attack looms: ઉત્તર ગાઝામાંથી મોટા પ્રમાણમાં પેલેસ્ટાઈનીઓનું પલાયન, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આઠમાં દિવસે પણ સ્થિતિ વધુ તણાવ ભરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.