ETV Bharat / international

ચીનમાં બેંકો સામે ફરી રહ્યા છે મીલીટરી ટેન્ક, યાદ આવ્યો 1989નો એ સમય - ચીનમાં બેંકો સામે ફરી રહ્યા છે મીલીટરી ટેન્ક

ચીનમાં બેંકોએ ગ્રાહકોને પૈસા ઉપાડવા પર પ્રતિબંધ મુકતા બેંકિંગ કટોકટી (China Bank Scandal ) ઊભી થઈ છે. હજારો લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનો હિંસક બની રહ્યા હોય જેને જોતા હવે બેંકની આસપાસ ટેન્ક તૈનાત કરવામાં આવી છે. જો કે આ બધા વચ્ચે એક વૈશ્વિક ચર્ચા જાગી છે કે, ઇતિહાસ પુનરાવર્તિત થાઈ રહ્યો છે.

China to repay more depositors to defuse rural bank scandal

author img

By

Published : Jul 21, 2022, 5:51 PM IST

ન્યુઝ ડેસ્ક: ચીનમાં મોટી બેંકિંગ કટોકટી (Crisis Hit Banks In China ) ઊભી થઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ઘણી બેંકોએ તેમના ગ્રાહકોને પૈસા ઉપાડવા પર પ્રતિબંધ (Customers Account Freeze In China) મૂક્યો છે. આવી સ્થિતિમાં એપ્રિલથી હજારો લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે.

બેંકની આસપાસ ટેન્ક તૈનાત: અનેક જગ્યાએ પ્રદર્શનો હિંસક બની ગયા છે. જેને જોતા હવે બેંકની આસપાસ ટેન્ક તૈનાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો (Video Shows Tanks Protecting) વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હેનાન પ્રાંતનો છે. અહીં અનેક મીલીટરી ટેન્ક કતારમાં ઉભેલી જોવા મળે છે. પ્રશાસને લોકોને બેંકમાં પ્રવેશતા અટકાવવા માટે ટેન્ક તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો: ખરેખર, એપ્રિલમાં, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં એક લેખ પ્રકાશિત થયો હતો. જેમાં ચીનની બેંકોમાં થયેલા કૌભાંડો (China Bank Scandal) વિશે જણાવવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ચીનની બેંકિંગ સિસ્ટમમાંથી 40 બિલિયન યુઆન અથવા લગભગ US $6 બિલિયન ગાયબ થઈ ગયા છે. આ પછી, હેનાન અને અનહુઇ પ્રાંતમાં બેંકોએ લોકોને બેંક ખાતાઓ ઍક્સેસ કરવાથી અવરોધિત કર્યા. આ માટે લોકોને 'સિસ્ટમ અપગ્રેડ' તરીકે કારણ બતાવવામાં આવ્યા હતા.

4 બેંકો સૌથી વધુ પ્રભાવિત: ન્યુ ઓરિએન્ટલ કન્ટ્રી બેંક ઓફ કૈફેંગ, ઝિચેંગ હુઆંગુઈ કોમ્યુનિટી બેંક, શાંગકાઈ હુઈમિન કાઉન્ટી બેંક અને યુઝોઉ ઝિન મીન શેંગ વિલેજ બેંકને સૌથી વધુ અસર થઈ છે. લોકો 3 મહિનાથી અહીં ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ તેમને બેંકની અંદર પણ જવા દેવામાં આવતા નથી.

ચીનમાં બેંકો સામે ફરી રહ્યા છે મીલીટરી ટેન્ક, યાદ આવ્યો 1989નો એ સમય

'...ઇતિહાસ પુનરાવર્તિત થાઈ રહ્યો છે' રસ્તાઓ પર ટેન્ક તૈનાત જોઈને લોકો તેની તુલના થિયાનમેન સ્ક્વેરની ઘટના (tiananmen square 1989) સાથે કરી રહ્યા છે. 1989માં લોકોએ તિયાનમેન સ્ક્વેરમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. તે સમયે સેનાએ દેખાવકારો પર ટેન્ક ચઢાવી દીધી હતી. 3000થી વધુ લોકો માર્યા ગયા. યુરોપિયન મીડિયાએ 10,000 લોકોના નરસંહારની આશંકા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.