ઢાંકા: બાંગ્લાદેશ સંસદની ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસિનાની પાર્ટી આવામી લીગને પ્રચંડ બહુમતી મળી છે, પાર્ટીના લગભગ નેતાઓ ભારે બહુમતીથી જીત્યા છે, ત્યારે ક્રિકેટર શાકિબ અલ હસનની પણ જીત થઈ છે. ક્રિકેટર શાકિબ અલ હસન મગુરા-1 બેઠક પરથી જીત્યા છે. તેમને 1 લાખ 85 હજાર 388 મત મળ્યા જ્યારે તેમના પતિસ્પર્ધી કાજી રેજાઉલ હુસૈનને માત્ર 45 હજાર 993 મત મળ્યા હતાં.
બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન, જેઓ હાલમાં વન-ડે ટીમના કેપ્ટન છે, જેમણે અવામી લીગ (AL) પાર્ટી માટે મગુરા-1 સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી હતી, અને 185,388 મતો મેળવીને ચૂંટણીમાં જીત હાંસલ કરી છે, શાકિબ હસનના કટ્ટર પ્રતિસ્પર્ધી હરીફ કાઝી રેઝાઉલ હુસૈનને 45,993 વોટ મળ્યા હતા. મગુરા-1 મતવિસ્તારમાં કેન્દ્રોની કુલ સંખ્યા 152 છે, ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર બાંગ્લાદેશ સંસદની ચૂંટણી 12મી સામાન્ય ચૂંટણી માટે રવિવારે મતગણતરી હાથ ધરાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, 299 બેઠક ધરાવતી બાંગ્લાદેશ સંસદની સામાન્ય ચૂંટણી લઈને 42 હજાર 024 મતદાન મતદાન મથકો પર 261,912 મતદાન મથકો પર સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહ્યું,
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગોપાલગંજ-3 મતવિસ્તારમાંથી પ્રચંડ જીત મેળવી, સંસદ સભ્ય તરીકે તેમની આઠમી વખત જીત યથાવત રાખી હતી. રવિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં હસીનાની પાર્ટીએ 223 બેઠકો જીતીને સરકાર બનાવવા માટે તૈયારી કરી, શેખ હસિનાને 249,962 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ એમડી અતીકુર રહેમાનને 6,999 મત મળ્યા હતા. આ દરમિયાન અન્ય ઉમેદવાર મહાબુર મોલ્લાને 425 મત મળ્યા હતા.