વોશિંગ્ટન : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામનો 'પ્રાણ પ્રતિષ્ઠા' મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેને લઈને દેશ અને દેશની બહાર વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં રામ મંદિરને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમો અને સમારોહ યોજાય રહ્યાં છે. આ વચ્ચે અમેરિકાના ઘણા વિસ્તારોમાં ભગવાન રામ અને ભવ્ય રામમંદિરના વિશાળ હોર્ડિંગ લગાવાવમાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના 10 થી વધુ રાજ્યમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના વિશાળ હોર્ડિંગ જોવા મળી રહ્યાં છે.
-
Vishwa Hindu Parishad (VHP) of America across the United States, placed more than 40 billboards displaying messages of the Ram Mandir 'Pran Pratishtha' in Ayodhya on January 22. pic.twitter.com/gpqO25i5IQ
— ANI (@ANI) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Vishwa Hindu Parishad (VHP) of America across the United States, placed more than 40 billboards displaying messages of the Ram Mandir 'Pran Pratishtha' in Ayodhya on January 22. pic.twitter.com/gpqO25i5IQ
— ANI (@ANI) January 12, 2024Vishwa Hindu Parishad (VHP) of America across the United States, placed more than 40 billboards displaying messages of the Ram Mandir 'Pran Pratishtha' in Ayodhya on January 22. pic.twitter.com/gpqO25i5IQ
— ANI (@ANI) January 12, 2024
વિશ્વ હિન્દુ પરિષદ (વીએસ ચાઇએચપી), યૂએસ ચેપ્ટરે સમગ્ર અમેરિકાના હિન્દુઓ સાથે મળીને શ્રી રામના જન્મસ્થાન પર ભવ્ય 'પ્રાણ સ્થાપના' સમારોહનો સંદેશ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બિરાજમાન રામલલાના વિશાળ હોર્ડિંગ અમેરિકાના 10 થી વધુ રાજ્યોમાં 40 થી વધુ બિલબોર્ડ લગાવવામાં આવ્યાં છે.
-
Join us for the Shree Ram Janma Bhumi Prana Pratistha Curtain Raiser on Jan 15, 2024, 8:30 PM - 9:45 PM EST. Sri Ram Naam Sankirtan and soulful Shri Ram Bhajans await. 🎵 Priests, register for practice sessions at https://t.co/QyX4EOeqvA #JaiShriRam #RamMandir pic.twitter.com/W0nR60sOEb
— VHP America (@VHPANews) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Join us for the Shree Ram Janma Bhumi Prana Pratistha Curtain Raiser on Jan 15, 2024, 8:30 PM - 9:45 PM EST. Sri Ram Naam Sankirtan and soulful Shri Ram Bhajans await. 🎵 Priests, register for practice sessions at https://t.co/QyX4EOeqvA #JaiShriRam #RamMandir pic.twitter.com/W0nR60sOEb
— VHP America (@VHPANews) January 12, 2024Join us for the Shree Ram Janma Bhumi Prana Pratistha Curtain Raiser on Jan 15, 2024, 8:30 PM - 9:45 PM EST. Sri Ram Naam Sankirtan and soulful Shri Ram Bhajans await. 🎵 Priests, register for practice sessions at https://t.co/QyX4EOeqvA #JaiShriRam #RamMandir pic.twitter.com/W0nR60sOEb
— VHP America (@VHPANews) January 12, 2024
ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને જ્યોર્જિયા સહિત અન્ય રાજ્યોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના બિલબોર્ડ લાગેલા જોવા મળી રહ્યાં છે. VHP, યુએસ શાખા અનુસાર, એરિઝોના અને મિઝોરી જેવા રાજ્યો 15 જાન્યુઆરી સોમવારથી શરૂ થતા દ્શ્ય ઉત્સવમાં સહભાગી થવા માટે તૈયાર છે.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમેરિકામાં વસતા હિંદુ અમેરિકન સમુદાયે અનેક કાર રેલીઓનું પણ આયોજન કર્યું છે. અયોધ્યામાં 'પ્રાણ પ્રતિષ્ઠા' માટે અન્ય બીજા પણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ લલ્લાની મૂર્તિીની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. અયોધ્યામાં ભવ્ય મંદિરના ઉદ્ઘાટન માટે જીવનના તમામ ક્ષેત્રના ઘણા નેતાઓ અને મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
હિંદુ પરિષદ ઓફ અમેરિકાના મહાસચિવ અમિતાભ વી.ડબ્લ્યુ મિત્તલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમે આ હોર્ડિંગ્સ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, હિંદુ અમેરિકનો જીવનભરમાં એક વખત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સાહિત અને ખુશ છે. તેઓ અભિષેક સમારોહના શુભ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોવાથી તેમની લાગણીઓ ઉંચી ચાલી રહી છે.