વોશિંગ્ટન ડીસી(અમેરિકા): યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે 2020ની ચૂંટણીમાં છેતરપીંડીના કેસમાં તેમને અન્યાય થઈ રહ્યો છે. તેમણે યોગ્ય ન્યાયિક પ્રક્રિયા દ્વારા કેસ લડાય તેવા કોઈ આસાર દેખાઈ રહ્યા નથી. તેમણે તટસ્થ ન્યાયિક પ્રક્રિયાથી કેસ લડાય તે માટે ફેડરલ સિસ્ટમને જજ બદલવાની પણ માંગણી કરી છે. ન્યૂયોર્ક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટના સંદર્ભે અહેવાલ છપાયો છે કે, ટ્રમ્પ માને છે કે તેમને તટસ્થ ન્યાયિક પ્રક્રિયા મળશે તે વાતમાં વિશ્વાસ રહ્યો નથી.
ટ્રમ્પે કરી ટીકાઃ તેમણે બાઈડેનના સરકારી તંત્રની કડક શબ્દોમાં ટીકા કરી હતી. હત્યા અને ખુના મરકી મામલે અમેરિકામાં નવા રેકોર્ડ તોડી રહ્યું છે.
મારી વિરૂદ્ધમાં વર્ષો પહેલાનો કસ ચૂંટણી પ્રચારની મધ્યમમાં લાવીને મને રોકવાના પૂરા પ્રયસો કરવામાં આવ્યા હતા....ડોનાલ્ડ ટ્રમ્પ(ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, અમેરિકા)
અમેરિકન્સને ટ્રમ્પની અપીલઃ તેમણે અમેરિકન નાગરિકોને જણાવ્યું છે કે, આપ સૌ અમેરિકાને જોઈ રહ્યા છે આપણો દેશ બરબાદી તરફ જઈ રહ્યો છે. તેમણે કેસના ન્યાયાધીશ તાન્યા ચુટકનની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા અને કાર્યવાહીને પૂર્વગ્રહયુક્ત ગણાવી હતી.
જજ તાન્યા ચુટકનઃ નોંધનીય બાબત એ છે કે તાન્યા ચુટકન એ જજ છે જેણે કેપિટલ પર હુમલો કરનાર ટ્રમ્પના સમર્થકોને કઠોર સજા ફટકારી હતી. આ ન્યાયાધિશને ફેડરલ ન્યાયાધીશ એલન કેનન કરતાં પણ વધુ શક્તિશાળી ગણવામાં આવે છે કારણ કે તે પામ બીચના માર-એ-લાગો એસ્ટેટના ગુપ્ત દસ્તાવેજોના કેસ પણ સંભાળી રહ્યા છે. ચુટકનને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નામાંકિત કરવામાં આવી હતી. આ 61 વર્ષની જજે ટ્રમ્પના વકીલોની ટીમની બિડને ફગાવી દીધી અને કેસના વધુ અભ્યાસ માટે સમય માંગ્યો હતો. સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથ દ્વારા લગાવવામાં આવેલા ફોર કાઉન્ટનો આરોપ પર ડોનાલ્ડ ટ્રમ્પ પર મૂકવામાં આવ્યો છે.
ટ્રમ્પ વિરૂદ્ધ આરોપોઃ ટ્રમ્પ સામેના કુલ આરોપોમાં ફેડરલ પ્રોસેસિંગમાં અવરોધ, ફેડરલ પ્રોસેસિંગને અટકાવવાનું ષડયંત્ર અને અમેરિકા જેવા મહાન દેશ સાથે છેતરપીંડીનો સમાવેશ થાય છે.