- તાલિબાને મંગળવારે અફઘાનિસ્તાનમાં કાર્યકારી સરકારના પ્રધાનમંડળની જાહેરાત કરી
- મુલ્લા મોહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન બનાવાયો છે
- મુલ્લા અખુંદે રબહારી શૂરાના પ્રમુખ તરીકે 20 વર્ષ સુધી કામ કર્યું હતું
હૈદરાબાદઃ તાલિબાને મંગળવારે અફઘાનિસ્તાનમાં કાર્યકારી સરકારના પ્રધાનમંડળની જાહેરાત કરી છે, જેમાં મુલ્લા મોહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન બનાવાયો છે. તાલિબાનના સહસંસ્થાપક અબ્દુલ ગની બરાદર નાયબ નેતા હશે. અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન તરીકે હક્કાની નેટવર્કના સંસ્થાપકના પુત્ર સિરાઝુદ્દીન હક્કાની નવો ગૃહપ્રધાન હશે. તો આવો વિસ્તૃતમાં જાણીએ મોહમ્મદ હસન અખુંદ અંગે.
કોણ છે મુલ્લા હસન અખુંદ?
તાલિબાન પ્રમુખ હિબતુલ્લાહ અખુંદનાદા અનુસાર, મુલ્લા અખુંદે રહબારી શૂરાના પ્રમુખ તરીકે 20 વર્ષ સુધી કામ કર્યું હતું અને ઘણી નામના મેળવી હતી. તે એક સૈન્ય પૃષ્ઠભૂમિની જગ્યાએ એક ધાર્મિક નેતા છે અને પોતાના ચરિત્ર અને ભક્તિ માટે ઓળખાય છે.
વર્તમાનમાં આ તાલિબાનના રહબારી શૂરાનો પ્રમુખ છે, જે પાકિસ્તાનમાં ક્વેટામાં આવેલી ક્વેટા શૂરા અથવા નેતૃત્ત્વ પરિષદ તરીકે ઓળખાય છે. જોકે, તે આનું નેતૃત્વ કરે છે, પરંતુ તમામ શક્તિ તાલિબાન પ્રમુખ પાસે છે. તે તાલિબાનના જન્મસ્થળ કંધારથી જોડાયેલો છે અને સમુહના અનેક સંસ્થાપકોમાંથી એક છે. તે પાકિસ્તાનના વિવિધ મદરેસાઓમાં ભણ્યો છે અને તેણે કોઈ પણ સમૂહમાં નેતા તરીકે માનવામાં નહતો આવ્યો.
આ પણ વાંચો- તાલિબાન સાથે સમજૂતી કરવા તલપાપડ થઈ રહ્યું છે ચીન, અફઘાનિસ્તાનમાં રોકાણ અંગે Joe Bidenએ આપી પ્રતિક્રિયા
તાલિબાનનો એક અપ્રભાવી નેતામાંથી એક છે હસન
ખરી રીતે હસન અખુંદને તાલિબાનના સૌથી અપ્રભાવી નેતાઓમાંથી એક માનવામાં આવે છે. તેને તાલિબાનના છેલ્લા શાસનમાં એક સંક્ષિપ્ત અવધિ માટે સ્ટોપ ગેપ વ્યવસ્થા સિવાય કોઈ મહત્ત્વપૂર્ણ પદ નહતું આપવામાં આવ્યું. આ એ જ હતો, જેણે માર્ચ 2001માં બામિયાન બુદ્ધોના વિનાશની દેખરેખ કરી હતી અને હજી પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આતંકવાદી તરીકે સૂચીબદ્ધ છે.
આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારઃ મુલ્લા હસન વડાપ્રધાન, મુલ્લા બરાદર નાયબ વડાપ્રધાન
મુલ્લા હેબતુલ્લાહ અખુંદજાદાએ અખુંદનું નામ પ્રસ્તાવિત કર્યો હતો
પ્રધાનમંડળમાં અમેરિકાની આગેવાની હેઠળનું ગઠબંધન અને તત્કાલીન અફઘાન સરકારના સહયોગીઓની વિરુદ્ધ 20 વર્ષ સુધી ચાલેલી લડાઈમાં દબદબો રાખનારા તાલિબાનની ટોચના નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આમાં વૈશ્વિક સ્તર પર આતંકી મનાતો હક્કાની નેટવર્કના એક નેતાને ગૃહપ્રધાનની જવાબદારી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તાલિબાનનો ટોચનો નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદજાદાએ પોતે અફઘાનિસ્તાનના એક નવા પ્રમુખ તરીકે મુલ્લા હસનનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. તાલિબાનના આ પહેલાના શાસનના અંતિમ વર્ષોમાં અખુંદે વચગાળાનો વડાપ્રધાન તરીકે કાબુલમાં તાલિબાનની સરકારનું નેતૃત્વ કર્યું હતું.
અફઘાનની જનતાને આપી શુભેચ્છા
એક સમાચાર ખબર અનુસાર, કાર્યકારી વડાપ્રધાન મુલ્લા હસને એક લેખિત નિવેદનમાં અફઘાનિસ્તાનની જનતાને વિદેશી સેનાની વાપસી, કબજાની સમાપ્તિ અને દેશની પૂર્ણ સ્વતંત્રતાની શુભેચ્છા આપી હતી.
પ્રધાનમંડળમાં એક પણ મહિલા સભ્ય નહીં
હક્કાની નેટવર્કના પ્રમુખ અને સોવિયત વિરોધી ક્ષત્રપ જલાલુદ્દીન હક્કાનીના પુત્ર સિરાઝુદ્દીન હક્કાનીને 33 સભ્યોના પ્રધાનમંડળમાં ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યો છે અને પ્રધાનમંડળમાં એક પણ મહિલા સભ્ય નથી. તાલિબાને સમાવેશી સરકાર બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ પ્રધાનમંડળમાં હજારા સમુદાયનો એક પણ સભ્ય નથી.