વૉશિગ્ટનઃ અમેરિકાએ યમનમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન અરબ પેનિસુલા (AQAP)ના નેતા કાસિમ અલ રિમી મારી નાખ્યો છે. વ્હાઈટ હાઉસ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી.
અમેરિકાએ યમનમાં આતંક વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન AQAP (અલ-કાયદા ઈન અરબ પેનિસુલા)નાં સંસ્થાપક અને અલ- કાયદાનાં નેતા કાસિમ અલ-રિમીને ઠાર કરાયો છે. સાથે સાથે અમેરિકાના આ હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલ-જવાહિરી પણ માર્યો ગયો છે.
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં આદેશથી યમનમાં આતંકવાદી વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં તેમણે આતંકી કાસિમ અલ રિમી વિશે જાણકારી આપનારના નામે ટ્રમ્પે 10 મિલિયન ડૉલર એટલે કે, લગભગ 71 કરોડનું ઈનામ જાહેર કર્યું હતું. વર્ષ 2015થી કાસિમ અલ રિમી, જેહાદી સંગઠન અલ-કાયદા ઇન અરબ પેનિનસુલાનું નેતૃત્વ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકાએ ઈરાનની રાજધાની બગદાદ પર એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં ઈરાનના ટૉપ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર કરાયો હતો.