- અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિભવન પર ફરક્યો તાલિબાની ઝંડો
- અમેરિકામાં અપાઇ રહી હતી 9/11ના મૃતકોને શ્રદ્ધાંજલી
- તાલિબાને અમેરિકી દૂતાવાસ પર પણ પેઇન્ટ કર્યો ઝંડો
કાબૂલ : અમેરિકામાં 11 સપ્ટેમ્બરના રોજ આતંકી હુમલાની 20મી વરસીના દિવસે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિભવન પર તાલિબાનનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જાવાળા વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાંથી અમેરિકન સેનાને પરત ગયાના કેટલાક દિવસો બાદ 11 સપ્ટેમ્બરના રોજ આ આતંકી હુમલાને યાદ કરીને વરસીના દિવસે મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી.
રાષ્ટ્રપતિ ભવન પર ફરક્યો ઝંડો
કાબૂલમાં રાષ્ટ્રપતિ ભવન પર શુક્રવારે તાલિબાનોએ ઝંડો ફરકાવ્યો અને શનિવારે પણ આ ઝંડો જોવા મળ્યો હતો. તાલિબાને અમેરિકી દૂતાવાસની દિવાર પર પણ પોતાનો ઝંડો પેઇન્ટ કર્યો હતો.