ETV Bharat / international

કાબુલ એરપોર્ટમાં ભાગદોડના કારણે 7 અફઘાનીઓના મોત

અફઘાનિસ્તાન-તાલિબાન સંકટ વચ્ચે, તમામ દેશો તેમના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં ફસાયેલા લોકો દેશ છોડવા માટે તલપાપડ થઇ રહ્યા છે. રવિવારે કાબુલ એરપોર્ટ નજીક નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા.

કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધીમાં 7 અફઘાનના મોત

author img

By

Published : Aug 22, 2021, 2:26 PM IST

  • કાબુલ એરપોર્ટ પર ભીડમાં સાત અફઘાન નાગરિકોના મોત
  • તાલિબાન દ્વારા હવામાં ફાયરિંગ
  • અફઘાનિસ્તાનની ખરાબ પરિસ્થિતિ

કાબુલ: કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ ભીડમાં સાત અફઘાન નાગરિકોના મોત થયા હતા. બ્રિટીશ લશ્કરે રવિવારે જણાવ્યુ હતુ કે, તાલિબાનના કબજા બાદ ભાગી જવાનો પ્રયાસ કરનારાઓ માટે હજુ પણ જોખમ છે.

ટોળામાં સાત નાગરિકોના મોત

રવિવારે બ્રિટિશ આર્મીએ કાબુલમાં ટોળામાં સાત નાગરિકોના મોતનો સ્વીકાર કર્યો હતો. નાસભાગના કારણે લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની હોવાનું માનવામાં આવે છે. જ્યારે તાલિબાન લડવૈયાઓ દેશની બહારની કોઈપણ ફ્લાઇટમાં ચઢવા માટે ભયાવહ લોકોને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કરી રહ્યા હતા.

અફઘાનિસ્તાનની ખરાબ પરિસ્થિતિ

અફઘાનિસ્તાનની ખરાબ પરિસ્થિતિને કારણે, લોકો ત્યાંથી જવા માગે છે. અમેરિકી દૂતાવાસે શનિવારે એક નવી સુરક્ષા ચેતવણી જારી કરીને નાગરિકોને યુએસ સરકારના પ્રતિનિધિની વ્યક્તિગત સૂચના વિના કાબુલ એરપોર્ટ પર મુસાફરી ન કરવા જણાવ્યું હતું. અધિકારીઓએ આઇએસના ખતરા વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હુમલાની પુષ્ટિ હજુ સુધી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી નથી જેઓ ભૂતકાળમાં તાલિબાન સામે લડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.