ઈસ્તાબુલઃ તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં બુધવારે એક વિમાન હવાઈ મથક પર ઉતરતી વખતે લપસી ગયુ હતું. પ્લેનના ત્રણ ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત દરમિયાન વિમાનમાં 183 લોકો સવાર હતા.
સત્તાવાર માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં કોઈ મુસાફરની મોત થઈ નથી. પરંતુ 179 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થામિક મીડિયા રિપોર્ટ અનુસાર, વિમાન તુર્કીની ઇકોનોમી એરલાઇન પેગાસસ કંપનીનું હતું. અકસ્માતમાં સમયે વિમાનમાં 177 મુસાફરો અને છ ક્રૂ-સભ્યો હતા.