અબુધાબી : UAEમાં રહેનારા 1.50 લાખ ભારતીયને વર્તમાન સમયમાં પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર UAEમાં રહેનારાઓ માટે ભારતીય મિશને ઇ-રજીસ્ટ્રેશન લોન્ચ કર્યુ છે, ત્યારબાદ 1.50 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ વચ્ચે શુક્રવારે ભારતીય કોન્સ્યુલ જનરલ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે સાંજ સુધીમાં 1.50 લાખ ભારતીય લોકોના રજીસ્ટ્રે્શન સામે આવ્યા હતા. જેમાં જો વાત કરવાનાં આવે તો મજૂર, દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.