અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતની ષુષ્ટી કરતા કહ્યું કે, ISના વડાએ પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં રડ્યો, બુમો પાડી અને ત્યાર બાદ ત્રણ બાળકોની હત્યા કરીને પોતાને બોંમથી ઉડાવી દીધો.


ટ્રમ્પે કહ્યું કે, આ ઓપરેશનમાં અમેરિકાના એક પણ સૈનિકનું મોત થયું નથી. બગદાદીના ઘણા સમર્થકોને ઠાર કરવામાં આવ્યા છે. બગદાદીને કાયરની મોતે મારવામાં આવ્યો છે.

આ પણ વાંચો....અમેરિકાએ ISISના વડા બગદાદીને ઠાર કર્યો હોવાની કરી પુષ્ટી
અમેરિકા રાષ્ટ્રપતિએ આ ઓપરેશનમાં સહયોગ આપવામાં રશિયા, તુર્કી, સીરિયા અને ઈરાકનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કુર્દ સૈનિકોએ અમેરિકાને જાણકારી આપી હતી.

ટ્રમ્પે કહ્યું કે, આ ઓપરેશન ગોપીનિય હતું. સીરિયામાં ગોળીબાળી કરવામાં આવી હતી. આ ઓપરેશન પહેલા 11 બાળકો સહિત ઘણા લોકોને બચાવવામાં આવ્યા હતા. DNA તપાસમાં સાબિત થયું કે, તે બગદાદી હતો.
બગદાદી ઈરાકમાં અલકાયદામાં શામેલ થયો હતો. જે બાદ ઈરાકના ઈસ્લામિક સ્ટેટ અને અન્ય ઇસ્લામિક જૂથોની સાથે વિલય થયો હતો. 2010માં બગદાદી સમૂહના વડા બન્યા હતા.
2013માં ઇસ્લામિક જૂથોનું નામ બદલીને ISIS અથવા ISIL જાહરે કરી 2014માં બગદાદીએ પોતાને તેનો વડો જાહેર કર્યો હતો.