તેહરાનઃ ઈરાનમાં મેથાનૉલ નામના દારૂનું સેવન કરવાથી કોરોના સંક્રમણથી બચાતું હોવાની અફવા ફેલાઈ હતી. જેના કારણે મેથાનૉલનું સેવન કરતાં 44 લોકોના મોત થયા છે. તો અત્યાર સુધી વાયરસના કારણે મરનારની સંખ્યા 54થી વધીને 291 સુધી પહોંચી છે. ઈસ્લામી રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા 8042 સુધી પહોંચી હોવાનું સરકારી સમાચાર એજન્સી દ્વારા જાણવા મળ્યું છે.
ચીની બાદ આ જીવલેણ વાયરસનો પ્રકોપ ઈરાનમાં જોવા મળી રહ્યો છે. ત્યાં દિવસેને દિવસે મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, અવૈધ દારૂનું સેવન કરવાથી દક્ષિણ પ્રાંત ખજેશાનમાં મરનાર સંખ્યા મંગળવારે વધીને 36 થઈ હતી. તો ઉત્તરી અલબોર્ઝમાં સાત લોકોની અને કેરમશાહમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં દારૂ પર પ્રતિબંધ છે. કેટલાંક અલ્પસંખ્યક ધાર્મિક મુસ્લિમને દારૂનું સેવન કરવાની છૂટ છે.