બગદાદઃ ગુપ્તચર એજન્સીના પૂર્વવડા મુસ્તફા અલ-કાદિમીએ જીવનના ઘણા તબક્કાઓમાંથી પસાર થયાં છે. હવે તે ઈરાકના આગામી વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. ઇરાકમાં કોરોના વાઈરસ વૈશ્વિક રોગચાળાને કારણે સર્જાયેલા આર્થિક સંકટ વચ્ચે તેમણે આ જવાબદારી સંભાળી છે.
સંસદના અધિવેશનમાં 255 સાંસદોએ હાજરી આપી હતી અને ઇરાકના વડાપ્રધાન તરીકે મુસ્તફા અલ-કાદિમીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેમાં દેશના પાંચ મહિના લાંબા નેતૃત્વ સંકટનો અંત આવ્યો હતો. વડાપ્રધાન પદ માટે જ્યારે કાદિમીએ ઉમેદવારી નોંધાવી ત્યારે ગુપ્તચર ચીફ પદેથી રાજીનામું આપ્યું હતું.
અધિવેશન દરમિયાન સાંસદોને સંબોધિત કરતા કદિમીએ કહ્યું કે, આ સરકાર સામાજિક, આર્થિક અને રાજકીય સંકટને પહોંચી વળવા માટે આવી છે. આ સરકાર સમસ્યાઓ હલ કરશે, મુસીબતો વધારશે નહીં. '