તેહરાનઃ ઈરાનના બંદર એ- મશહર શહેરમાં વિમાન રન-વે છોડી રોડ પર આવી પહોચ્યું હતું. જેના કારણે અફરાતફરીનો માહોલનો સર્જાયો હતો. પ્લેનમાં 150 યાત્રીયો સવાર હતાં. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મળતી માહિતી પ્રમાણે, કેસ્પિયન એરલાઈન આ વિમાન તેહરાનથી મશહર આવી રહ્યું હતું. વિમાન લેન્ડ થતી વખતે તેના પૈડાં સમયસર ખૂલ્યા નહોતા. જેથી પ્લેન રન-વેના બદલે રોડ પર ધસી ગયું હતું. કેટલાંક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જેમાં લોકો યાત્રિયાને પ્લેનની બહાર કાઢતાં જોવા મળી રહ્યાં છે.
આ અંગે વાત કરતાં પ્રાંતીય હવાઈ મથકના અધિકારીએ મોહમ્મદ રેજાનિયને કહ્યું હતું કે," તમામ યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે." નોંધનીય છે કે, આ પ્રકારની ઘટના 2009માં કજવિન શહેરમાં થઈ હતી. જેમાં વિમાનમાં 168 મુસાફરોના મોત થયા હતાં.