- અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનોના ટ્વીટર પરથી બ્યુ ટીક હટાવવામાં આવ્યા
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીના અકાઉન્ટ પર બ્યુ ટીક
- તાલિબાનની કબ્જા પછી લેવામાં આવ્યું આ પગલુ
કાબુલ: અમેરિકન માઇક્રો બ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરે અફઘાન સરકારના વિવિ ધ મંત્રાલયોના ખાતામાંથી વેરિફાઇડ બ્યુ ટીક હટાવી દીધા છે. ટ્વિટરે વિદેશ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, પ્રેસિડેન્શિયલ પેલેસ અને નેશનલ પ્રોક્યોરમેન્ટ ઓથોરિટીના ટ્વિટર એકાઉન્ટ્સમાંથી બ્લ્યુ વેરિફિકેશન ટીક હટાવી દીધો છે.
આ પણ વાંચો : મહિલાઓએ ન્યાયતંત્રમાં 50% અનામતની માંગણી કરવી જોઈએ: CJI રમના
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ
દેશમાંથી અમેરિકી અને નાટો સૈનિકોની ગેરહાજરી વચ્ચે અફઘાનિસ્તાન સરકારી દળો સામે આક્રમક અને ઝડપી પ્રગતિ બાદ તાલિબાને કાબુલ કબજે કર્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ગત મહિને કાબુલ તાલિબાનના હાથમાં આવ્યા બાદ અને પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર પતન પછી દેશ કટોકટીમાં ડૂબી ગયો હતો.
આ પણ વાંચો : દેશમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા, 29,621 સાજા થયા, 276 લોકોના મોત
રાષ્ટ્રપતિનું ટ્વીટર એકાઉન્ટ વેપરિફાઈડ
ગની શાસન પતન પછી, આ ટ્વિટર એકાઉન્ટ્સ પર કોઈ પોસ્ટ શેર કરવામાં આવી નથી. આ કેટલાક મંત્રાલયોના ટ્વિટર એકાઉન્ટ્સમાંથી વેરીફાઈડ બ્યુ ટીક દૂર કરવામાં આવ્યા હતા પણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની, હામિદ કરઝાઈ, અબ્દુલ્લા અબ્દુલ્લાના અકાઉન્ટ પર વેરીફાઈડ બ્યુ ટીક છે. ભૂતપૂર્વ ઉપપ્રમુખ અમરૂલ્લાહ સાલેહના એકાઉન્ટમાંથી વેરિફાઈડ બ્યુ ટીક હટાવી લેવામાં આવ્યું છે પરંતુ તે બીજા ઉપ પ્રમુખ સરવર દનેશના એકાઉન્ટમાંથી બ્યુ ટીક નથી હટાવવામાં આવ્યું.