ETV Bharat / international

Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત

અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજો પછી દરરોજ અથડામણ થઈ રહી છે. આ સાથે જ અફઘાનિસ્તાનમાં આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Kabul airport) પર અફઘાન સૈનિકોની હુમલાખોરો સાથે અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા બળનો એક જવાનનું મોત થયું છે. જ્યારે ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. જર્મનીની સૈના (Germany’s military)એ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.

Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત
Kabul Airport પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે અથડામણ, 1 અફઘાની સૈનિકનું મોત
author img

By

Published : Aug 23, 2021, 1:59 PM IST

  • અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો અને અફઘાન સૈનિકો વચ્ચે થઈ અથડામણ
  • બંને વચ્ચે થયેલી અથડામણમાં એક અફઘાન સૈનિકનું મોત, ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા
  • જર્મનીની સૈના (Germany’s military)એ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી

ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર હજી પણ સ્થિતિ ગંભીર છે. કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર અજાણ્યા હુમલાખોરો સાથે અફઘાની સુરક્ષા બળોની અથડામણ થઈ છે, જેમાં એક અફઘાન સૈનિકનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. જોકે, જર્મનીની સેનાએ (Germany’s military) ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો- કાબુલ એરપોર્ટમાં ભાગદોડના કારણે 7 અફઘાનીઓના મોત

અમેરિકી અને જર્મન સેના પણ લડાઈમાં સામેલ

જર્મનીની સેનાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, અમેરિકી અને જર્મન સેનાઓ પણ લડાઈમાં સામેલ છે અને અમારી સેનાના તમામ જવાન સુરક્ષિત છે. અત્યાર સુધી આ અંગે જાણકારી નથી મળી કે, આ હુમલાને અંજામ આપનારા હુમલાખોરો કોણ છે. જોકે, અત્યારે તો તાલિબાન (Taliban) પર શંકા છે, જેણે કાબુલ એરપોર્ટ (Kabul Airport)ને ઘેરી રાખ્યું છે. યુદ્ધગ્રસ્ત દેશની રાજધાનીમાં આવેલા એરપોર્ટ પર થયેલો હુમલો એવા સમયે થયો છે. જ્યારે બ્રિટિશ સેના (British military)એ કહ્યું હતું કે, રવિવારે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ઘુસવાનો પ્રયાસ દરમિયાન મચેલી ભાગદોડ અને ગોળીબારીના કારણે સાત લોકોના મોત થયા છે. ગયા રવિવારે કાબુલ (Kabul) પર કબજો જમાવ્યા પછી તાલિબાને એરપોર્ટને ઘેરી લીધું છે. તો તાલિબાનની વાપસી અને અફઘાન સરકારના પડવા પછી લોકોની વચ્ચે ડરનો માહોલ છે.

આ પણ વાંચો- કાબુલથી પરત આવતા લોકોને એરપોર્ટ પર આપવામાં આવી વેક્સિન

ઘરે પરત આવવા માગતા અમેરિકીઓને પરત લવાશેઃ બાઈડન

અમેરિકા અને તેના સહયોગીઓ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોની વાપસી કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden)ના તંત્રએ સૈનિકોની વાપસી માટે 31 ઓગસ્ટની ડેડલાઈન રાખી છે. જોકે, સતત બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અમેરિકી સૈનિકોની અફઘાનિસ્તાનથી વાપસીની તારીખ આગળ વધારવામાં આવી શકે છે. જો બાઈડને રવિવારે કહ્યું હતું કે, અમે અમેરિકી લોકોના સમૂહને સુરક્ષિત અને પ્રભાવી રીતે બહાર કાઢવા માટે કાબુલ એરપોર્ટના કમ્પાઉન્ડમાં લઈ ગયા છે. હું ઈચ્છું છું કે, જો અમેરિકીઓ ઘર પરત આવવા માગે છે. તો તેમને પરત લાવવામાં આવશે.

અમેરિકાએ તાલિબાન આગળ આત્મસમર્પણ કરી દીધુંઃ નિક્કી હેલી

તો ભારતીય-અમેરિકી નેતા અને સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં પૂર્વ અમેરિકી દૂત નિક્કી હેલી (Nikki Haley)એ કહ્યું હતું કે, અમેરિકાએ તાલિબાન આગળ આત્મસમર્પણ કરી દીધું છે. રિપબ્લિકન પાર્ટીથી આવનારી હેલીએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. તેના જવાબદાર જો બાઈડન છે. આ એક અવિશ્વસનીય ઘટના છે, જ્યાં તાલિબાન અમેરિકી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. આપણે નક્કી કરવું પડશે કે, અમે પોતાના સહયોગીઓની સાથે કામ કરીએ. અમે પોતાના નાગરિકો અને પોતાના સહયોગીઓને બહાર કાઢવાની રીત જાણવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.