ETV Bharat / international

World's Oldest Man: વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 112 વર્ષની વયે અવસાન, 44 સભ્યોનો છે વિશાળ પરિવાર

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records)માં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે નામાંકિત સૈટર્નિનો ડે લા ફુએન્તે (saturnino de la fuente garcía)નું મંગળવારે 112 વર્ષની વયે નિધન થયું છે. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1909ના રોજ પુએન્તે કાસ્ત્રોમાં થયો હતો. તેમના પરિવારમાં પત્ની, 8 બાળકો, 14 પૌત્ર-પૌત્રી અને 22 પ્રપૌત્ર છે.

World's Oldest Man: વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 112 વર્ષની વયે અવસાન, 44 સભ્યોનો છે વિશાળ પરિવાર
World's Oldest Man: વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 112 વર્ષની વયે અવસાન, 44 સભ્યોનો છે વિશાળ પરિવાર
author img

By

Published : Jan 19, 2022, 3:37 PM IST

મૈડ્રિડ: 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ' (Guinness World Records) દ્વારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે નામાંકિત સૈટર્નિનો ડે લા ફુએન્તે (saturnino de la fuente garcía)નું મંગળવારે 112 વર્ષની વયે અવસાન થયું. રેકોર્ડ એજન્સીએ આ માહિતી આપી છે. રાજ્ય સમાચાર એજન્સી 'EFE'એ અહેવાલ આપ્યો છે કે, સ્પેનના ઉત્તર-પશ્ચિમ શહેર લિયોન (leon city spain)માં સૈટર્નિનો ડે લા ફુએન્તેનું તેમના ઘરે અવસાન થયું હતું.

13 વર્ષની ઉંમરે જૂતાની ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું

એજન્સીએ જણાવ્યું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડે લા ફુએન્તેને વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ (World's Oldest Man) તરીકે નામાંકિત કર્યા હતા અને મંગળવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ફુએન્તેનો જન્મ 11 ફેબ્રુઆરી 1909ના રોજ પુએન્તે કાસ્ત્રો (puente castro spain)માં થયો હતો. EFEના સામાચાર પ્રમાણે, ફુએન્તે એક મોચી હતા અને 13 વર્ષની ઉંમરમાં તેમણે જૂતાની એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: North Korea tested Missiles: ઉત્તર કોરિયાએ ટેક્ટિકલ ગાઈડેડ મિસાઈલોનું પરિક્ષણ કર્યું

આટલો મોટો છે પરિવાર

ફુએન્તેના પરિવાર (Family of saturnino de la fuente garcía)માં તેમની પત્ની, 8 બાળકો, 14 પૌત્ર-પૌત્રી અને 22 પ્રપૌત્ર છે. એટલે કે તેમના પરિવારમાં 44થી વધુ સભ્યો છે. એજન્સી પ્રમાણે બુધવારના તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો: New Virus Law: કોરોનાના વધતા કેસને જોતા ફ્રાન્સ સાંસદે આપી નવા કાયદાને મંજૂરી, જાણો તે વિશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.