ETV Bharat / international

વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસ વચ્ચે આરોગ્ય કટોકટી જાહેર કરી

author img

By

Published : Jan 31, 2020, 10:03 AM IST

ચીન સહિત દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ સ્વાસ્થ્ય કટોકટીની જાહેરાત કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વડુમથક જિનિવામાં આવેલુ છે.

who declares public health emergency amid corona virus
વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

જિનિવાઃ(સ્વીઝરલેન્ડ) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીન સહિત દુનિયાભરનાં દેશમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના પગલે સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.

આ સંબંધે WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ એડરેનોમ ગેબરેયેસસ, આ જાહેરાતનો ઉદ્દેશ્ય એ નથી કે ચીનમાં શું થઈ રહ્યું છે, પરંતુ અન્ય દેશમાં શું થઈ રહ્યું છે. અમારી સૌથી મોટી ચિંતા એ છે કે, આ વાયરસ કમજોર સ્વાસ્થ્ય વિભાગ વાળા દેશોમાં ફેલાઈ શકે છે. આ દેશો આ વાયરસ સામે લડવા બિલકુલ તૈયાર નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્વાસ્થ્ય વિભાગે ભાર પુર્વક જણાવ્યું હતું કે, વેપાર અને મુસાફરી પર કોઈ પ્રતિબંધ મુકવાનો કોઈ આશય નથી.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં અત્યાર સુધીમાં વાયરસના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે. ચીનમાં આ વાયરસની અસર વાળા 7,700 કેસો નોંધાયા છે. જ્યારે ચીનની બાહર 18 દેશોમાં 98 કેસો નોંધાયા છે.

દુનિયાભરના સ્વસ્થ્ય અધિકારી આ વૈશ્વિક રોગચાળોને રોકવા માટે કાર્યરત છે. આ વાયરસ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, અમેરિકા અને ચીન સિવાય ઘણા એશિયાઈ દેશોમાં પણ કોરોના વાયરસના કેસો નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.