વોશિંગ્ટન: રશિયા યુક્રેન (Russia Ukraine War) સંકટ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden addresses Stat Union) આજે બુધવારે તેમના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયનને (State of the Union) સંબોધિત કરી રહ્યા છે. તેમનું સંબોધન મહત્વનું છે, કારણ કે આ સંબોધન એવા સમયે થશે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે સંકટ વધુ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. અમેરિકા આ સંકટને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે.
આ પણ વાંચો: ભારતીય વાયુસેનાનું C17 આજે વહેલી સવારે રોમાનિયા જવા થયું રવાના
રશિયાના હુમલાથી હચમચી ગયું છે યુક્રેન
રશિયાના હુમલાથી યુક્રેન (Ukraine Russia invasion) હચમચી ગયું છે. આ સાથે રશિયન સેનાનો 40 માઈલનો કાફલો કિવ નજીક પહોંચી ગયો છે. રશિયન સેનાએ કહ્યું કે તે યુક્રેનની રાજધાની કિવમાં વહીવટી ઇમારતો પર હુમલો કરશે. તેથી સેનાએ નજીકના વિસ્તારોમાં રહેતા નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. યુદ્ધને રોકવા માટે ચાલી રહેલી વાટાઘાટોનો અંત વાટાઘાટોના વધુ રાઉન્ડ પરના કરાર સાથે જ સમાપ્ત થયો છે. તાજેતરમાં અમેરિકાએ નાટો વિસ્તારના પૂર્વ ભાગમાં 5,000 વધારાના સૈનિકો મોકલ્યા છે.
આ પણ વાંચો: પરમાણું એલર્ટને લઈને UNGAએ તુરંત સીઝફાયરના રાખી આશા
બાઈડન પોતાના સંબોધનમાં રુસો યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપી શકે છે
યુક્રેન પર રશિયાના હુમલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા શક્તિશાળી દેશો ચિંતિત અને નારાજ છે. આજે બની શકે છે કે બાઈડન પોતાના સંબોધનમાં રુસો યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપી શકે છે.