નવી દિલ્હીઃ રશિયાએ યુક્રેનની (Russia Ukraine War) રાજધાની કિવ પર કબજો કરવા માટે એક મોટો સૈન્ય કાફલો મોકલ્યો છે. આજે યુક્રેન રશિયા યુદ્ધનો (Sixth day of the Russia Ukraine war) છઠ્ઠો દિવસ છે. એવું જાણવા મળ્યું છે કે રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો સૈન્ય કાફલો ઝડપથી કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલા, મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધી હતું.
આ પણ વાંચો: પરમાણું એલર્ટને લઈને UNGAએ તુરંત સીઝફાયરના રાખી આશા
રશિયા યુક્રેન વચ્ચે સોમવારે બેલારુસમાં થઈ હતી વાતચીત
રશિયા યુક્રેન (Russia Ukraine War) વચ્ચે સોમવારે બેલારુસમાં વાતચીત થઈ હતી, પરંતુ તેમાં કોઈ ઉકેલ આવ્યો નહોતો. યુક્રેન ઈચ્છે છે કે રશિયન સેના શક્ય તેટલી વહેલી તકે સમગ્ર યુક્રેનમાંથી હટી જાય. બંને દેશોના પ્રતિનિધિમંડળો વચ્ચે કેટલાક મુદ્દાઓ પર સમજૂતી થઈ છે, ટૂંક સમયમાં બીજા રાઉન્ડની બેઠક થવાની સંભાવના છે.
આ પણ વાંચો: ભારતે કહ્યું, "કૂટનીતિના માર્ગે પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નથી"
વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ An-225ને રશિયન મિસાઇલો દ્વારા નષ્ટ કરવામાં આવ્યું
અલ જઝીરા સહિત તમામ મીડિયા અહેવાલો અનુસાર કાફલો દક્ષિણમાં એન્ટોનોવ એરપોર્ટ વિસ્તારથી શરૂ થઈ રહ્યો છે અને ઉત્તરમાં પ્રાયબિર્સ્ક વિસ્તારમાં સમાપ્ત થશે. આ કાફલાની કુલ લંબાઈ લગભગ 40 માઈલ છે. રશિયન કાફલામાં સેંકડો લશ્કરી વાહનો, ટાંકી, આર્ટિલરી બંદૂકો વગેરેનો સમાવેશ થાય છે. કિવ પહેલાના રસ્તામાં ઇવાંકીવ વિસ્તારમાં કેટલાક ઘર એવા છે જે સળગતા જોવા મળ્યા છે. રશિયન આર્ટિલરી તેની નજીક ઉભી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે હુમલો તેની બાજુથી જ થયો હશે. યુક્રેનિયન ડ્રોન હુમલામાં રશિયન સેનાના કાફલાને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. કાફલો એન્ટોનોવ એરપોર્ટ પરથી પસાર થતો જોવા મળ્યો છે. આ એ જ વિસ્તાર છે જ્યાં વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ An-225 હાજર હતું, જેને રશિયન મિસાઇલો દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું.