લંડન: ઈગ્લેન્ડની મહારાણી 21 એપ્રિલના રોજ 94 વર્ષના થવા જઈ રહ્યા છે. રાજાએ જણાવ્યું છે કે, જો જરૂરી લાગશે તો સરકારી ઈમારતો પર ધ્વજ ફરકાવવામાંથી મુક્તિ આપવામાં આવશે.
રાણીએ જણાવ્યું હતું કે, કટોકટીના સંજોગોમાં બંદૂકની સલામી લેવી યોગ્ય નથી. હાલ કોરોના વાઈરસના કારણે યુકેમાં 14,607 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 1,04,769 લોકો કોરોના પોઝિટિવ છે.
યુકેમાં લૉકડાઉનમાં ચાલુ હોવાથી જૂનમાં મહારાણીના જન્મ દિવસે નિમિત્તે વૈકલ્પિક ટ્રૂપિંગ કલર ઈવેન્ટનો પ્લાન રદ આવ્યો છે. રાણી પોતાનો જન્મદિવસ વિન્ડસરમાં ખાનગી રીતે ઉજવવામાં આવશે. તેઓ 19 માર્ચે બકિંગહામ પેલેસથી નીકળ્યા બાદથી તેમના 98 વર્ષીય પતિ પ્રિન્સ ફિલિપ સાથે રહે છે.
5 એપ્રિલના રોજ રાણીએ ટીવી પર આપેલા સંદેશામાં કોરોના વાઈરસ સામે લડવા માટે દેશને એકજૂથ થવાનો આગ્રહ કરતા જણાવ્યું કે, જો આપણે એકતા અને સંકલ્પબદ્ધ રહીશું, તો આપણે કોરોના વાઈરસ સામનો સરળતાથી કરી શકીશું.
રાણીએ ઐતિહાસિક હસ્તક્ષેપમાં તેમના શાસનકાળ દરમિયાન નાતાલ સિવાય ટેલીવિઝનના માધ્યમથી પાંચમી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.