- ટ્વિટરે હરાજીમાં મળેલી રકમ આફ્રિકામાં એક એજન્સીને દાનમાં આપી
- ટ્વિટરને નોન ફંજિબલ ટોકન (NFT)ના રૂપે બહુમુલ્ય ડિજિટલ આર્ટનો દરજ્જો મળ્યો
- ડોર્સીએ 6 માર્ચ 2006માં 'જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર' લખી ટ્વિટ કર્યું હતું
આ પણ વાંચોઃ ટ્વિટરનો કેન્દ્ર સરકારને જવાબ, 500 વિવાદિત એકાઉન્ટ સામે કરી કાર્યવાહી
ન્યૂઝ ડેસ્કઃ ટ્વિટરના CEO જેક ડોર્સીનું પહેલું ટ્વિટ હરાજીમાં 17.37 કરોડ રૂપિયામાં વેચાયું છે. તેમણે આ રકમ આફ્રિકામાં ઉપયોગ માટે એક એજન્સીના બિટકાઈન સ્વરૂપે દાન કરી દીધી છે. ટ્વિટરને નોન ફંજિબલ ટોકન (NFT)ના રૂપે બહુમુલ્ય ડિજિટલ આર્ટનો દરજ્જો મળી રહ્યો છે. ડોર્સીએ આ ટ્વિટ 6 માર્ચ 2006એ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર (પોતાનું ટ્વિટર સેટ કરી રહ્યો છું). આને એક ટેક કંપની બ્રિજ ઓરેકલના CEO સીના એસ્તાવીએ ખરીદ્યું છે.
આ પણ વાંચોઃ બર્ગર કિંગે 'મહિલાઓની જગ્યા માત્ર રસોડામાં છે' લખેલું ટ્વિટ વિવાદ બાદ ડિલીટ કર્યું
ડોર્સીના ટ્વિટે NFTનો દરજ્જો મેળવી લીધો છે
ડોર્સીએ જણાવ્યું હતું કે, હરાજીની રકમ બિટકોઈનમાં બદલીને આફ્રિકામાં ઉપયોગ માટે આફ્રિકા રિસ્પોન્સ નામની એક એજન્સીને આપી દેવાઈ છે. ડોર્સીના ટ્વિટે NFTનો દરજ્જો મેળવી લીધો છે. NFT ડિજિટલ વસ્તુઓ છે, જેની વાસ્તવિકતાને એથરિયમ બ્લોકચેનના માધ્યમથી પ્રમાણિત કરવામાં આવે છે. આ પ્રમાણિકતા પોતે ડિજિટલ વસ્તુના માલિક દ્વારા કરવામાં આવે છે, જેને ડિજિટલ સર્ટિફિકેટની જેમ ઉપયોગમાં લેવાય છે.