ETV Bharat / international

કોરોના વાઈરસ: બોરિસ જ્હોનસને બ્રિટિશરોને લખેલા પત્રમાં કહ્યું, સ્થિતિઓ સુધરતા પહેલાં વધુ બગડશે

કોરોના વાઈરસથી સંક્રમિત થયાની ખાત્રી બાદ સેલ્ફ આઈસોલેશનમાં રહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને તમામ બ્રિટિશ પરિવારોને કોરોના વાઈરસના રોગચાળા સામે લડવા, ઘરોમાં રહેવા તેમજ સામાજિક પ્રસંગોમાં ન જવા સુચન કરતો પત્ર લખ્યો હતો. આ સાથે તેમણે ચેતવણી આપી છે કે, સ્થિતિઓ સુધરતા પહેલાં બગડે છે.

author img

By

Published : Mar 29, 2020, 8:35 PM IST

things-will-get-worse-before-they-get-better-says-boris-johnson-in-letters-to-britons
કોરોના વાઈરસ: બોરિસ જ્હોનસને બ્રિટિશરોને લખ્યો પત્ર, કહ્યું-વસ્તુઓ સુધરતા પહેલાં બગડે છે

લંડનઃ જ્હોનસનના પ્રધાનમંડળમાં વ્યાપાર મંત્રાલયની દેખરેખ રાખતા વરિષ્ઠ ભારતીય-બ્રિટિશ પ્રધાન આલોક શર્માએ વડાપ્રધાનના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા જણાવ્યું કે, તેઓ નેતૃત્વ કરીને આગળ વધી રહ્યા છે. કોરોનાના સંકટને કારણે રાહતપૂર્ણ અભિગમ અપનાવવા માટે ઈન્સોલ્વન્સી એક્ટમાં સુધારો કરવામાં આવશે.

વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રમાં કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે જારી કરેલી માર્ગદર્શિકા પોસ્ટ દ્વારા ત્રણ કરોડ ઘરોમાં મોકલવામાં આવી છે. જેની કિંમત લગભગ 58 મિલિયન પાઉન્ડ છે. જ્હોનસને કહ્યું કે, તેઓ કડક પગલા લેતા પણ અચકાશે નહીં. કોરોના વાઈરસની અસરના હળવા સંકેતોની વચ્ચે ઘરેથી કામ કરતાં બ્રિટિશ વડાપ્રધાને ચેતવણી આપી હતી કે, વસ્તુઓ વધુ સારી થાય તે પહેલાં તે વધુ ખરાબ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે બ્રિટનમાં કોરોના વાઈરસને કારણે 260 લોકો મૃત્યુ પામ્યા હતા. બ્રિટનમાં મૃત્યુઆંક 1,016ને વટાવી ગયો છે, જ્યારે 17,089 લોકો અસરગ્રસ્ત છે.

જ્હોનસને બ્રિટનવાસીઓને પત્ર લખીને જણાવ્યું કે, હું તમારી સાથે વાત કરીશ એ મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે, વસ્તુઓ સુધરે એ પહેલાં તે ખરાબ થશે, પરંતુ અમે યોગ્ય તૈયારીઓ કરી રહ્યા છીએ અને આપણે જેટલા નિયમોનું પાલન કરીશું, તેટલું જ આપણું જનજીવન રાબેતા મુજબ થઈ શકશે. શરૂઆતથી જ અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લીધાં છે. જો વિજ્ઞાન અને તબીબી જગત અમને આવું કરવાની સલાહ આપે તો અમે એમ કરતા જરા પણ ખચકાશુ નહીં.

કન્ઝર્વેટિવ પાર્ટીના 55 વર્ષીય નેતાએ કોરોના વાઈરસ સામે લડવા માટે ઘરેથી નિકળેલા ડૉકટરો, નર્સો સહિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હજારો નિવૃત્ત ડૉક્ટરો અને નર્સો ફરીથી રાષ્ટ્રીય આરોગ્ય સેવામાં (NHS) પરત ફરી રહ્યા છે. હજારો નાગરિકો સૌથી સંવેદનશીલ લોકોને મદદ કરવા સ્વયંસેવક બની રહ્યા છે. આ સમય રાષ્ટ્રીય કટોકટીનો છે. હું તમને વિનંતી કરું છું કે, તમે ઘરની અંદર જ રહી NHSને સહકાર આપી પોતાનું જીવન બચાવો. જ્હોનસને પત્રમાં સરકાર દ્વારા લેવામાં આવતા પગલા અને લોકોને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની પણ વિનંતિ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.