ETV Bharat / international

જર્મનીમાં 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું

જર્મનીમાં હવે કોરોના બેકાબૂ થઈ ગયો છે. જર્મનીમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી હવે 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું છે. આ પહેલા અહીં 28 માર્ચ સુધી લૉકડાઉન હતું, પરંતુ કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. દેશના 16 રાજ્યોના ગવર્નરો સાથે વીડિયો કોન્ફરન્સથી મંગળવારે ચાન્સેલર એન્જેલા માર્કેલે કહ્યું હતું કે, પૂર્વમાં 28 માર્ચ સુધી લગાવવામાં આવેલા પ્રતિબંધ 18 એપ્રિલ સુધી યથાવત રહેશે.

author img

By

Published : Mar 23, 2021, 12:40 PM IST

જર્મનીમાં 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું
જર્મનીમાં 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું
  • જર્મનીમાં કોરોના વાઈરસ બન્યો બેકાબૂ
  • જર્મનીમાં કોરોનાને કેસ વધતા લૉકડાઉન લંબાવાયું
  • ચાન્સેલર એન્જેલા માર્કેલે 16 ગવર્નરો સાથે કરી બેઠક
  • તમામ સાથે ચર્ચા કરી લૉકડાઉન લંબાવવાનો કર્યો નિર્ણય

આ પણ વાંચોઃ ન્યૂઝિલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં ત્રણ દિવસ લોકડાઉન લગાવાયું

જર્મનીઃ જર્મનીમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી હવે 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું છે. આ પહેલા અહીં 28 માર્ચ સુધી લૉકડાઉન હતું, પરંતુ કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવાયો છે. દેશના 16 રાજ્યોના ગવર્નરો સાથે વીડિયો કોન્ફરન્સથી મંગળવારે ચાન્સેલર એન્જેલા માર્કેલે કહ્યું હતું કે, પૂર્વમાં 28 માર્ચ સુધી લગાવવામાં આવેલા પ્રતિબંધ 18 એપ્રિલ સુધી યથાવત રહેશે. આ સાથે જ જર્મનીમાં ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ઈસ્ટર પર સાર્વજનિક આયોજનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ યુદ્ધના ધોરણે કોરોના રસીકરણ

કોરોનાના કેસ અંગે જર્મની અમેરિકાથી પણ આગળ

જર્મનીના ચાન્સેલર મર્કેલે જણાવ્યું હતું કે, જર્મની નવા વાઈરસનો સામનો કરી રહ્યું છે. આ ખૂબ જ ઘાતક છે. હાલમાં જર્મનીમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા અમેરિકા કરતા પણ વધારે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.