કોર્ટે ગુરુવારે કહ્યું કે બાંગ્લાદેશમાં આંશિક રુપે કરેલા ગુનાઓ તેના ન્યાયીક વિસ્તારમાં આવે છે.
મ્યામાંર વૈશ્વિક કોર્ટનો સભ્ય નથી. તેના પર રોહિંગ્યાઓ વિરુદ્ધ મોટા પાયે ખોટુ કરવાનો આરોપ છે.
મ્યામાંરની સેનાએ એક હુમલાની પ્રતિક્રિયામાં ઓગષ્ટ 2017માં રોહિંગ્યાઓ વિરુદ્ધ એક અભિયાન શરુ કર્યુ હતું.
આ અભિયાન બાદ ઓછામાં ઓછા 7 લાખ રોહિંગ્યાઓ નાશીને પાડોશી દેશ બાંગ્લાદેશમાં જતા રહ્યાં હતાં.