- ભારતની બાયોટેકના કોવેક્સિનની મંજૂરી આપી ઓસ્ટ્રેલિયાએ
- કોવેક્સીનનો ડોઝ લઈને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ મેળવી શકો છો
- ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લેવા માટે નિઃસંકોચ અનુભવી શકશે
નવી દિલ્હી/મેલબોર્ન: ભારત બાયોટેકની કોવેક્સિન(Covexin of India Biotech)ને ઓસ્ટ્રેલિયન સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવેથી, જે પ્રવાસી(Australia tour)ઓએ કોવેક્સીનનો ડોઝ લીધો છે તેઓ ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ'ફેરેલ(Barry O'Farrell) ઓએ આ માહિતી આપી હતી.
બેરી ઓ'ફેરેલનું નિવેદન..
ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ'ફેરેલ એઓએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન સરકારે પ્રવાસીઓની રસીકરણની સ્થિતિ સ્થાપિત કરવાના હેતુથી ભારત બાયોટેકના કોવેક્સિનને મંજૂરી આપી છે. હવેથી, જે પ્રવાસીઓએ કોવેક્સીનનો ડોઝ લીધો છે તેઓ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લેવા માટે નિઃસંકોચ અનુભવી શકશે.
કોવેક્સીનને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી લીલી ઝંડી મળી નથી. ભારત બાયોટેકે એપ્રિલમાં ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ માટે અરજી કરી હતી. પરતું કોવિશિલ્ડે ઓસ્ટ્રેલિયામાં પહેલાથી જ પરવાનગી મેળવી લીધી છે.
આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી મોટું જોખમ છે, શું શાળાઓ શરુ થવી જોઇએ?
આ પણ વાંચોઃ અમે ભારતીય ઉદ્યોગો પર વિશ્વાસ કરીએ છીએ, ભારત બાયોટેક નિયમિત રીતે ડેટા આપે છે: WHO