એથેલ સ્પેનના કાસાનોવામાં પ્રાથમિક આરોગ્ય કાળજી કેન્દ્રમાં ફિઝિશિયન તરીકે કામ કરે છે. તેઓ આંતરરાષ્ટ્રીય આરોગ્ય સહકાર સંસ્થાનાં સંયોજક છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૦૮ દરમિયાન તેમણે આંધ્ર પ્રદેશના અનંતપુરમાં રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે ફિઝિશિયન તરીકે કામ કર્યું છે. તેમણે સ્પેનમાં અત્યારની સ્થિતિ વિશે એનાડુ સાથે વાત કરી હતી.
સમગ્ર દેશ અત્યારે ઘર-વાસમાં છે. સિવાય કે કોઈ ખૂબ જ જરૂરી કામ ન હોય, કોઈ બહાર નીકળતું નથી. ૩૬,૦૦૦ લોકોના કૉવિડ-૧૯ના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે. ૧૩,૫૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે. મૃત્યુ આંક ધીમેધીમે ઘટી રહ્યો છે. ચીનમાં વૃદ્ધ વસતિને નવા કોરોના વાઇરસના ચેપ તરત લાગી જતો હતો, ત્યારે સ્પેનમાં તેના યુવાનોમાં વધુ કોરોના વાઇરસના કેસ જોવા મળે છે. સરકાર સઘન રીતે ટેસ્ટ કરાવી રહી છે. નવા કોરોના વાઇરસનાં લક્ષણો સાથે લોકોને ઘરમાં એકાંતવાસમાં રખાય છે અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ૭૦ ટકા કેસોમાં પ્રાથમિક આરોગ્ય કાળજી કેન્દ્રોના ડૉક્ટરો કોલ અને ઑનલાઇન પદ્ધતિઓ દ્વારા દર્દીઓની તપાસ કરી રહ્યા છે. ડૉક્ટરો અને અર્ધતબીબી સ્ટાફ પર વારંવાર પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. ચેપવાળા પરિવારોની સીધા શારીરિક સંપર્ક વગર શ્રેષ્ઠ સંભવિત રીતે સારવાર કરાય છે. માત્ર અનેક લક્ષણોવાળાં દર્દીઓને જ હૉસ્પિટલમાં ખસેડાય છે અને આઈસીયૂમાં રખાય છે. જો શ્વાસમાં મુશ્કેલી પડે તો વેન્ટિલેટરનો ટેકો અપાય છે. હૉસ્પિટલમાં દાખલ કરાતા લોકોની સંખ્યા અથવા વેન્ટિલેટરની સહાય લેતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. દેશે આવી સ્થિતિ ક્યારેય નહોતી જોઈ. દરેક યુવાનને ૧૪ દિવસ માટે હૉસ્પિટલમાં દાખલ કરાઈ રહ્યા છે. આ બાબત આ મહામારીની તીવ્રતા દર્શાવે છે.
બધી હૉસ્પિટલોએ સામાન્ય બીમારીઓની સારવાર કરવાની બંધ કરી દીધી છે. માત્ર અનેક વિશેષતાવાળી (મલ્ટિસ્પેશિયાલિટી) હૉસ્પિટલો જ નહીં, પરંતુ પ્રાથમિક આરોગ્ય કાળજી કેન્દ્રો પણ તેમની ક્ષમતાથી વધુ કાર્ય કરી રહી છે. આઈસીયૂની ક્ષમતા ત્રણ ગણી થઈ ગઈ છે. પૉઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જાય છે ત્ારે સરકાર જરૂરી સાધન પૂરાં પાડવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. વાઇરસ જીવલેણ દરે ફેલાઈ રહ્યો છે. જો જરૂરી સાવધાનીઓ ન રખાઈ તો નુકસાની અકલ્પનીય હોઈ શકે છે. કૉવિડ-૧૯નો પહેલો કેસ ૨૪ ફેબ્રુઆરીએ બાર્સેલૉનામાં નોંધાયો હતો. તે પછી કેસોની સંખ્યામાં અનહદ વધારો થયો છે. કોઈને ખબર નથી કે તેમનું ભવિષ્ય શું છે.
ડૉ. એથેલે વધુમાં ઉમેર્યું કે જો યોગ્ય પગલાંઓ ન લેવાયાં તો સ્થિતિ ઝડપથી બગડી શકે છે. ભારતમાં કામ કરવાનો અનુભવ હોવાથી તેમણે કહ્યું કે જો કેસની સંખ્યા વધવાનું ચાલુ રહ્યું તો આરોગ્ય કાળજી પ્રણાલિ ભાંગી પડી શકે છે. તેઓ ઈચ્છે છે કે જ્યાં સુધી સ્થિતિ શાંત ન પડે ત્યાં સુધી વર્તમાન ઘર-વાસનાં પગલાં ચાલુ રખાવાં જોઈએ.