આ પહેલા ચાર વર્ષ ર૦૦૮થી ર૦૧રમાં રાષ્ટ્રપતિ તરીકે વિતાવ્યા હતા. પુતિનએ મેદવેદેવને નવા પ્રધાનમંડળ બનતા સુધી કામ કરવા કહ્યું છે. મેદવેદેવના રાજીનામા પછી બુધવારના પુતિનએ પ્રથમ વાર્ષિક સ્થિતિ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. પોતાના ભાષણ દરમિયાન રશિયન નેતાએ વડાપ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોની શક્તિઓને વધારવા માટે બંધારણમાં સંશોધનનો પ્રસ્તાવ રાખ્યો હતો.
પ્રસ્તાવિત કદમને પુતિનના પ્રયાસોના હિસ્સાના રૂપમાં જોવાઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, વર્તમાન કાર્યકાળ પછી ર૦ર૪માં રાષ્ટ્રપતિના રૂપમાં સત્તામાં બની રહેવા માટે નવી સ્થિતિ કાયમ કરવાની આ યોજના હોઇ શકે છે.