મોસ્કોઃ ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ રુસે મંગળવારે બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની મનાઇ કરતા કહ્યું કે, પોતાના વિવાદોનું નિરાકરણ કરવા માટે બંને દેશોને કોઇની સહાયની જરુર નથી. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવની આ ટિપ્પણી રશિયા, ભારત અને ચીનના વિદેશ પ્રધાનોને ડિજિટલ સમ્મેલન બાદ સામે આવી હતી. વિદેશ પ્રધાન જય શંકર અને ચીની વિદેશ પ્રધાન વાંગ પણ આ સમ્મેલનમાં સામેલ થયા હતા.
આ સમ્મેલન ગલવાન ઘાટીમાં 15 જૂને ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ બંને દેશોમાં પણ વધેલા તણાવની વચ્ચે યોજાયુ હતું. આ ઝડપમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે. જે બાદ વિસ્તારમાં પહેલાથી અસ્થિરતાના માહોલ વચ્ચે તણાવ વધુ વધી રહ્યો છે.
લાવરોવે કહ્યું કે, મને નથી લાગતું કે,ભારત અને ચીનને કોઇ પણ પ્રકારની મદદની જરુર છે. ખાસ કરીને જે સીમા વિવાદના સમાધાનને લઇને હોય.
લાવરોવે કહ્યું કે, જેવું હું સમજૂ છું, આ સંપર્ક શરુ છે અને કોઇ પણ પક્ષે એવું કોઇ નિવેદન આપ્યું નથી કે, જેનાથી એ સંકેત મળે કે, તે સામાન્ય રુપે સ્વીકાર્ય આધારિત વાતચીતની ઇચ્છા ધરાવતા નથી. અમે સ્વાભાવિક રુપે આશા કરીએ છીએ કે, આ આવી રીતે શરુ રહે.
ભારત અને ચીન પોતાના સીમા વિવાદને શાંતિપૂર્ણ સમાધાનમાં કોઇ ત્રીજા પક્ષની ભૂમિકાને રદ કરી ચૂક્યા છે. રશિયાના બંને દેશો સાથે નજીકના સંબંધ છે. રશિયાએ ગત્ત અઠવાડિયે ઝડપ પર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ આશા વ્યક્ત કરી છે કે, તે લગભગ સહયોગી વિવાદનું સમાધાન પોતે શોધી શકે છે. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નાજિયોની હારની 75મી વર્ષગાંઠ પર બુધવારે લાલ ચોક પર થનારી પરેડ માટે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ મોસ્કોના પ્રવાસે છે.