- ફિલિપાઈન્સમાં એક અઠવાડિયા પહેલા એક સૈન્ય વિમાન થયું હતું દુર્ઘટનાગ્રસ્ત (Philippines Plane Crash)
- ફિલિપાઈન્સમાં સુલુ પ્રાન્તમાં રન-વે મિસ થવાના કારણે એક વિમાન થયું હતું દુર્ઘટનાગ્રસ્ત (Philippines Plane Crash)
- અધિકારીઓને આ વિમાનનું બ્લેક બોક્સ (Black Box) મળ્યું, દુર્ઘટનામાં પાઈલટ (Pilot) સહિત 50ના મોત
મનીલાઃ ફિલિપાઈન્સના સુલુ પ્રાન્ત (Sulu Province of the Philippines)માં રન-વે મિસ થઈ જવાના કારણે એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનનું બ્લેક બોક્સ (The black box of the plane) અધિકારીઓને મળ્યું છે. જોકે, ગયા રવિવારે થયેલી આ દુર્ઘટનામાં પાઈલટ સહિત 50થી વધુ લોકોના મોત થયા હતા. સેના પ્રમુખ સિરિલિટો સોબેજાનાએ આ અંગે જણાવ્યું હતું કે, પાઈલટ આ કમાન્ડ પાસે સી-130 વિમાન ઉડાવવાનો ઘણો અનુભવ હતો. તેઓ પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે.
આ પણ વાંચો- 23 Juneના દિવસે બનેલી કેટલીક રસપ્રદ ઘટનાઓ, વાંચો અહેવાલ...
પાઈલટે વિમાનને સંભાળવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો અંતે જીવ ગુમાવ્યો
સૈન્ય પ્રમુખે કહ્યું હતું કે, સોમવારે એક બ્લેક બોક્સ (The black box of the plane) મળ્યું છે અને આનાથી તપાસકર્તાઓને વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવા પહેલા પાઈલટો અને ચાલક દળની વાતચીત સાંભળવામાં મદદ મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમને દુર્ઘટનામાં બચેલા લોકો સાથે વાતચીત કરીને કહ્યું હતું કે, વિમાન 2થી 3 વખત ઉછળ્યું હતું અને ઝૂકેલું હતું. પાઈલટે વિમાનને સંભાળવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. પ્લેનની રાઈટ વિંગ એક ઝાડથી બીજા ઝાડ સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો- અમેરીકા: પ્લેન ક્રેશ થતા સાત લોકોના મોતની આશંકા
દુર્ઘટનાગ્રસ્ત થવા પહેલા કોઈ પણ વિમાનથી નહતું કૂદ્યું
સોબેજાનાએ કહ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત થવા પહેલા કોઈ પણ વિમાનથી નહતું કૂદ્યું. આ ઘટનાને જોનારા લોકોએ કહ્યું હતું કે, વિમાન જમીન પર પડ્યું તે પહેલા કેટલાક પ્રવાસીઓએ સુરક્ષા માટે કૂદકો મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિમાનનો આગળનો ભાગ ખૂલ્લો હતો અને કેટલાક સૈનિકો ત્યાંથી નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ જે બેભાન હતા તેઓ બહાર નીકળી નહતા શક્યા અને વિમાનમાં આગ લાગી ગઈ હતી.
વિમાનમાં 92 લોકો સવાર હતા, 52 લોકોના થયા મોત
સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, દક્ષિણી ફિલિપાઈન્સ (Southern Philippines)માં આતંકવાદ વિરોધી અભિયાનોમાં સામેલ સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ સી 130 પરિવહન વિમાન (Lockheed C130 transport aircraft) દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાનમાં 92 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 49 સૈનિકોમાંથી 2ની મોત પછી સોમવારે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 52 થઈ છે. મૃતકમાં ત્રણ સામાન્ય નાગરિક પણ સામેલ છે. તેઓ દુર્ઘટના સમયે ત્યાં હાજર હતા. સૈન્ય પ્રવક્તા એડગાર્ડ અરેવલોએ કહ્યું હતું કે, વિમાન ખૂબ જ સારી સ્થિતિમાં હતું અને 11,000 કલાક વધુ ઉડ્યા પછી તેનું મેઈન્ટેનન્સ થવાનું હતું.