નવી દિલ્હી: વિદેશ મંત્રાલયના (Ministry of Foreign Affairs) પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, યુક્રેનમાં (Ukraine Russia War) દૂતાવાસ ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે. યુક્રેનિયન સત્તાવાળાઓના સહકારમાં બુધવારે કેટલાક વિદ્યાર્થીઓએ ખાર્કિવ છોડી દીધું છે. તેમણે કહ્યું કે, હજુ સુધી અમને કોઈ વિદ્યાર્થીને બંધક બનાવવાની (Indian students not held hostage in Ukraine) કોઈ માહિતી મળી નથી.
રશિયાએ દાવો કર્યો યુક્રેન હવે ભારતીય વિદ્યાર્થીઓને ઢાલ બનાવી રહ્યું છે
આ પહેલા બુધવારે રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમારી સેના કિવ અને ખાર્કિવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી રહી છે, પરંતુ યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવી લીધા છે. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેન હવે ભારતીય વિદ્યાર્થીઓને ઢાલ બનાવી રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં રોકવામાં આવ્યા છે. રશિયાએ કહ્યું કે, ખાર્કિવમાંથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખાર્કિવમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર : સશસ્ત્ર દળો
બાગચીએ કહ્યું કે, અમે યુક્રેનના પ્રશાસનને ખાર્કિવ અને આસપાસના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને દેશના પશ્ચિમ ભાગમાં લઈ જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. બુધવારે રશિયાએ કહ્યું કે, તેની સશસ્ત્ર દળો યુક્રેનિયન શહેર ખાર્કિવમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે. ભારતમાં રશિયન દૂતાવાસના એક અધિકારીએ રશિયન સંરક્ષણ મંત્રાલયની બ્રીફિંગની વિગતો શેર કરી હતી.
આ પણ વાંચો: રોજે-રોજ મળી રહ્યા ખુશીના સમાચાર, C-17 એરક્રાફ્ટ 208 ભારતીયોને લઈને પરત ફર્યું
ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખાએ આરોપોને ફગાવ્યો
મોસ્કોમાં એક મીડિયા બ્રીફિંગમાં, સંરક્ષણ મંત્રાલયે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓના જૂથને બેલ્ગોરોડ જવાની તેમની ઇચ્છા વિરુદ્ધ ખાર્કિવમાં બળજબરીથી અટકાયતમાં રાખવામાં આવી રહ્યા છે. જોકે, ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખાએ આ આરોપોને ફગાવતા કહ્યું કે, યુક્રેન જે પોતાનું લોહી વહાવી રહ્યું છે, ત્યાં ફસાયેલા વિદેશી વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે.
યુક્રેનમાંથી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે આ ક્ષેત્રમાં રશિયા, રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા, મોલ્ડોવા સહિતના અન્ય દેશો સાથે અસરકારક રીતે સંકલન કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેનમાંથી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. બાગચીએ જણાવ્યું હતું કે, અમે આ શક્ય બનાવવા માટે યુક્રેનિયન વહીવટીતંત્રની મદદની પ્રશંસા કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે યુક્રેનના પશ્ચિમમાં તેના પડોશીઓ (દેશો)નો આભાર માનીએ છીએ કે તેઓ ભારતીય નાગરિકોને તેમના દેશમાં પાછા ફરવા દરમિયાન રહેવા અને અન્ય વ્યવસ્થા કરવા માટે પરવાનગી આપે છે.
'ઓપરેશન ગંગા' અભિયાન
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે 'ઓપરેશન ગંગા' અભિયાન શરૂ કર્યું છે.
રશિયાના દાવા બાદ યુક્રેન તરફથી પણ મોટું નિવેદન સામે આવ્યું
રશિયાના દાવા બાદ યુક્રેન તરફથી પણ મોટું નિવેદન સામે આવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલય વતી, ભારત સહિતના દેશોને તેમના વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કોરિડોર બનાવવા માટે રશિયા સાથે વાત કરવા માટે આહ્વાન કર્યું છે. યુક્રેને ભારત, પાકિસ્તાન, ચીનને રશિયન આક્રમણને કારણે ખાર્કિવ અને સુમીમાં ફસાયેલા તેના વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે માનવતાવાદી કોરિડોર બનાવવા માટે રશિયા સાથે વાત કરવા હાકલ કરી છે.
આ પણ વાંચો: રશિયાએ ભારતને ખાતરી આપી: કહ્યુ ચિંતાની વાત નથી, સંરક્ષણ સપ્લાય કરવાનું ચાલુ રાખશે
રશિયાએ આ મામલે યુક્રેન પર ગંભીર આરોપ લગાવ્યા
ભારત વતી રશિયા પાસેથી માંગ કરવામાં આવી હતી કે તેઓ યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરે છે. રશિયાએ આ મામલે યુક્રેન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રશિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે જે ટેન્કને રોકવામાં આવી રહી છે તેમાં માત્ર ભારતીય વિદ્યાર્થીઓને જ ઢાલ બનાવવામાં આવી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓ અટવાયેલા છે ખાર્કિવમાં
ખાર્કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે પુતિન સાથે વાત કરી હતી, કારણ કે ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ ખાર્કિવમાં અટવાયેલા છે. યુદ્ધ દરમિયાન પહેલીવાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે વાત કરી, ત્યારે તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાનો આગ્રહ કર્યો હતો. આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી છે.