લંડન: યુકે પોલીસે લંડનમાં ચાકુ મારવાની ઘટનાને આતંકી ઘટના ગણાવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, તે ઇસ્લામવાદી આતંકવાદી હુમલો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા પછી સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓની કાર્યવાહી અંતર્ગત આરોપીનું મોત થયું હતું. મોત થયા બાદ સ્ટ્રીટહામ હાઇ રોડ પર તબીબો અને પોલીસ સહિતની ઇમરજન્સી સેવા ઘટના સ્થળ પર પહોંચી હતી.
નિષ્ણાંત કામગીરીના નાયબ સહાયક કમિશનર લ્યુસી ડી ઓર્સીએ જણાવ્યું હતું કે, 'મેટ કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે, આ એક આતંકવાદી ઘટના છે અને અમે તેને ઇસ્લામ સાથે સંબંધિત માનીએ છીએ. તે આરોપીના શરીરમાં નાનું ઉપકરણ પણ છૂપાયેલું હતું.