- આયર્લેન્ડે એસ્ટ્રાજેનેકા રસી પર પ્રતિબંધ મૂક્યો છે
- યુરોપ અને બ્રિટેનમાં 17 મિલિયનથી વધુ લોકોને એસ્ટ્રાજેનેકા રસી આપવામાં આવી
- એસ્ટ્રાજેનેકા વૈજ્ઞાનિક પુરાવાના આધારે તેની રસીની સલામતી અંગે ખાતરી આપશે
લંડન: નોર્વેમાં કોવિડ -19ની રસી એસ્ટ્રાજેનેકાના લાગ્યા પછી લોહીના ગંઠાઈ જવાના ગંભીર કિસ્સા બન્યા બાદ આયર્લેન્ડના આરોગ્ય અધિકારીઓએ રસી પર રોક લગાવી હતી.
એસ્ટ્રાજેનેકા રસી લગાવ્યા પછી પુખ્ત વયના લોકોમાં લોહી ગંઠાઈ જવાના 4 કેસ સામે આવ્યા
આયર્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડો.રોનન ગ્લિને જણાવ્યું હતું કે, નોર્વેની મેડિસીન્સ એજન્સી અનુસાર એસ્ટ્રાજેનેકા રસી લગાવ્યા પછી પુખ્ત વયના લોકોમાં લોહી ગંઠાઈ જવાના 4 કેસ સામે આવ્યા હતા, જેના પછી તેને રોકવા માટે એક કદમ લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: એસ્ટ્રાજેનેકા કોવિડ -19 રસીની હ્મુમન ટ્રાયલ માટે લગાવી રોક
એસ્ટ્રાજેનેકા વૈજ્ઞાનિક પુરાવાના આધારે તેની રસીની સલામતી અંગે ખાતરી આપશે
એસ્ટ્રાજેનેકાએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, તે સ્પષ્ટ વૈજ્ઞાનિક પુરાવાના આધારે તેની રસીની સલામતી અંગે ખાતરી આપશે. કંપનીએ કહ્યું કે, યુરોપ અને બ્રિટેનમાં 17 મિલિયનથી વધુ લોકોને એસ્ટ્રાજેનેકા રસી આપવામાં આવી છે. પરંતુ ત્યાં કોઈને લોહીના ગંઠા નથી જામ્યા.
ઉપલબ્ધ પુરાવા પુષ્ટિ આપતા નથી કે આ રસી જ લોહીના ગંઠાઈ જવાનું કારણ છે.
બ્રિટીશ-સ્વીડિશ બાયોફાર્માસ્ટિકલ કંપનીએ જણાવ્યું હતું કે, જાહેર સલામતી હંમેશાં પ્રથમ આવે છે. એમણે ઉમેર્યું હતું કે, ઉપલબ્ધ પુરાવા પુષ્ટિ આપતા નથી કે આ રસી જ લોહીના ગંઠાઈ જવાનું કારણ છે.
આ પણ વાંચો: આખરે આ કોરોનાથી ક્યારે મળશે મુક્તિ? આ રહ્યું કોરોનાની 10 આશાસ્પદ રસીઓનું લીસ્ટ
સાવચેતીના ભાગરૂપે પ્રતિબંધ લાદવામાં આવ્યો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુરોપિયન યુનિયનના ડ્રગ નિયામકે અગાઉ કહ્યું છે કે, રસી અને લોહી ગંઠાઈ જવાને કોઈ સંબંધ નથી. રસી અને આ કેસ વચ્ચે શું સંબંધ છે તે સ્પષ્ટ થયું નથી, પરંતુ સાવચેતી રૂપે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.