યુરોપિયન યુનિયન પોલીસની એજન્સી યૂરોપોલે જણાવ્યું કે, જ્યોર્જિયા, મોલડોવા, યુક્રેન અને અમેરિકામાં તપાસ શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં 4 રૂસી આરોપી ફરાર છે.
યૂરોપોલે જણાવ્યું કે, 10 કરોડ ડોલરની પાછળ સંગઠિત અપરાધિક નેટવર્ક છે. તેમાં 41,000થી વધારે લોકો તેના શિકાર બન્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તેમણે વેપારી અને નાણા સંસ્થાઓને નિશાન બનાવ્યા છે. જર્મની અને બલ્ગેરિયાની પોલીસ પણ આ તપાસમાં જોડાઈ છે.
આ સાયબર ગેંગ GOZNYM માલવેર દ્વારા કોમ્પ્યુટરમાં ઓનલાઈન બેન્કિંગ લોગ ઈન વિગતો મેળવતા હતા અને ફરીથી એકાઉન્ટમાંથી પૈસા ઉપાડતા હતા. ચોરાયેલા પૈસા અમેરિકા અને બીજા દેશોમાં રહેલા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેતા હતા. GOZNYM ક્રિમિનલ નેટવર્કના લીડર અલેક્ઝેન્ડર કોનોવોલોવની જ્યોર્જિયામાંથી ધરપકડ કરી લેવાઇ છે. તેના સહયોગી મરાત કાજંદિજાનને પણ પકડી લેવાયો છે.