ETV Bharat / international

Russia Ukraine War : એર ઈન્ડિયાનું વિમાન બુકારેસ્ટ પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા લોકોને લઈને આવશે પરત

યુક્રેનમાં હાલમાં લગભગ 20,000 ભારતીયો ફસાયેલા છે, જેને કારણે ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટે એર ઈન્ડિયાના (Air India flight left for Bucharest) વિમાને આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટથી રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ માટે ઉડાન ભરી હતી. હાલ વિમાન બુકારેસ્ટ ખાતે પહોંચ્યું છે.

Russia Ukraine War : યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એર ઈન્ડિયાનું વિમાન બુકારેસ્ટ જવા થયું રવાના

author img

By

Published : Feb 26, 2022, 10:20 AM IST

Updated : Feb 26, 2022, 12:04 PM IST

નવી દિલ્હી/મુંબઈ: રશિયન આક્રમણને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે એર ઈન્ડિયાના વિમાને (Air India flight left for Bucharest) આજે શનિવારે સવારે મુંબઈ એરપોર્ટથી રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ માટે ઉડાન ભરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે) વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું તે ફ્લાઈટ નંબર AI1943 એ મુંબઈ એરપોર્ટ પરથી સવારે 3.40 વાગ્યે ઉપડ્યું હતું, જે હાપલ બુકારેસ્ટ એરપોર્ટ પહોંચ્યું છે. થોડા જ સમયમાં તે ત્યાથી ફસાયેલા ભારતીયોને લઈને પરત ફરી શકે છે.

ભારતીય નાગરિકો રોડ માર્ગે યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા

ભારતીય નાગરિકો રોડ માર્ગે યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા છે તેમને ભારતીય સરકારી અધિકારીઓ બુકારેસ્ટ લઈ (flights from Bucharest and Budapest) જશે. તેઓને એર ઈન્ડિયાની આ બે ફ્લાઈટ દ્વારા ઘરે લાવી શકાશે. ગુરુવારે યુક્રેને પેસેન્જર વિમાનોના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઇટ્સ બુકારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવશે.

દિલ્હી અને મુંબઈથી આજે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ સુધી B787 એરક્રાફ્ટનું સંચાલન કરશે

એર ઈન્ડિયાએ શુક્રવારે રાત્રે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, તે દિલ્હી અને મુંબઈથી આજે શનિવારે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ સુધી B787 એરક્રાફ્ટનું સંચાલન કરશે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે જણાવ્યું હતું કે, તે રોમાનિયા અને હંગેરી જવા અને જવાના રૂટ સીમાંકન પર કામ કરી રહી છે.

આ પણ વાંચો: યુક્રેનની રાજધાની પર હુમલો, કિવ સહિત અનેક શહેરોની 'તબાહીગાથા'

વિદ્યાર્થીઓ વિદેશ મંત્રાલયની ટીમો સાથે સંકલન કરીને વ્યવસ્થિત રીતે બહાર નીકળી જાય

એમ્બેસીએ જણાવ્યું હતું કે, "હાલમાં, અધિકારીઓની ટીમો ઉઝોરોડ નજીક ચોપ-ઝાહોની હંગેરિયન સરહદ, ચેર્નિવત્સી નજીક પોર્બને-સિરેટ રોમાનિયન સરહદ ચોકી પર પહોંચી રહી છે," દૂતાવાસે કહ્યું કે, આ સરહદી ચેકપોસ્ટની નજીક રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ વિદેશ મંત્રાલયની ટીમો સાથે સંકલન કરીને વ્યવસ્થિત રીતે બહાર નીકળી જાય.

લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં છે ફસાયેલા

અધિકારીઓનું કહેવું છે કે, હાલમાં લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. એમ્બેસીએ ભારતીયોને તેમના પાસપોર્ટ, રોકડ (મુખ્યત્વે ડૉલરમાં), અન્ય આવશ્યક ચીજવસ્તુઓ અને કોવિડ રસીકરણ પ્રમાણપત્રો બોર્ડર ચેકપોસ્ટ પર પોતાની સાથે રાખવાની સલાહ આપી છે. એમ્બેસીએ કહ્યું છે કે, 'ભારતીય ધ્વજની પ્રિન્ટ (કાગળ પર) કાઢી લો અને તેને પ્રવાસ દરમિયાન વાહનો અને બસો પર લગાવો.

આ પણ વાંચો: રશિયાએ UNSCમાં યુક્રેન પરના હુમલાની નિંદા કરતા ઠરાવને વીટો કર્યો - ભારત, ચીન, UAE નું નરોવા કુંજરોવા

યુક્રેનની રાજધાની કિવ અને રોમાનિયાની સરહદ વચ્ચેનું અંતર 600 કિમી

યુક્રેનની રાજધાની કિવ અને રોમાનિયાની સરહદ વચ્ચેનું અંતર લગભગ 600 કિમી છે અને આ અંતરને રોડ માર્ગે કાપવામાં સાડા આઠથી 11 કલાકનો સમય લાગે છે. રોમાનિયન બોર્ડર ચેકપોસ્ટથી બુકારેસ્ટ લગભગ 500 કિમી દૂર છે અને સડક દ્વારા મુસાફરી કરવામાં લગભગ સાતથી નવ કલાકનો સમય લાગે છે. કિવ અને હંગેરિયન સરહદ વચ્ચે લગભગ 820 કિમીનું અંતર છે અને તેને રસ્તા દ્વારા કવર કરવામાં 12-13 કલાકનો સમય લાગે છે.

Last Updated : Feb 26, 2022, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.