બ્રિટિશ સાંસદોએ કાશ્મીર પર રજૂ કર્યો પ્રસ્તાવ, ભારતે કરી આકરી ટીકા - ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ
બ્રિટનમાં સાંસદોએ હાઉસ ઑફ કૉમન્સમાં ચર્ચા માટે કાશ્મીરમાં માનવ અધિકારો પર એક પ્રસ્તાવ રાખ્યો છે જેના પર ભારતે સખ્ત પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું છે કે દેશના અભિન્ન ભાગથી સંબંધિત વિષય પર કોઈ પણ સ્ટેજ પર કરવામાં આવેલા દાવાને નક્કર હકીકતો સાથે સાબિત કરવાની જરૂર છે.
- બ્રિટનના APPGના સાંસદોએ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
- માનવ અધિકારો પર એક પ્રસ્તાવ રાખ્યો, ભારતે કરી ટીકા
- ભારતીય હાઈકમિશને કહ્યું- દાવાની સાથે પુરાવા પણ રજૂ કરો
લંડન: બ્રિટનમાં કાશ્મીરને લઇને ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)ના સાંસદોએ માનવ અધિકારો પર એક પ્રસ્તાવ રાખ્યો છે જેની ભારતે સખ્ત ટીકા કરી છે. વિદેશ, રાષ્ટ્રમંડળ અને વિકાસ કાર્યાલય (FCDO)માં એશિયાની મંત્રી અમાંડા મિલિંગે ગુરૂવારના ચર્ચામાં દ્વિપક્ષીય મુદ્દા તરીકે કાશ્મીર પર બ્રિટન સરકારના વલણમાં કોઈ પરિવર્તન ન આવ્યું હોવાની વાતનું પુનરાવર્તન કર્યું છે.
સમાધાન આપવાની જવાબદારી બ્રિટનની નથી: અમાંડા મિલિંગ
મિલિંગે કહ્યું કે, "સરકાર કાશ્મીરમાં સ્થિતિને ઘણી ગંભીરતાથી લે છે, પરંતુ ભારત અને પાકિસ્તાને જ કાશ્મીરના લોકોનું સન્માન કરતા સ્થાઈ રાજકીય સમાધાન શોધવું પડશે. બ્રિટનની જવાબદારી આનું કોઈ સમાધાન આપવું અથવા મધ્યસ્થ તરીકે કામ કરવાની નથી."
પાકિસ્તાની મૂળની સાંસદની ભાષા પર ભારતે ઉઠાવ્યો વાંધો
ભારત સરકારે આ ચર્ચામાં ભાગ લઈ રહેલા સાંસદો ખાસ કરીને પાકિસ્તાની મૂળની સાંસદ નાઝ શાહ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ભાષા પર નારાજગી વ્યક્ત કરી. લંડનમાં ભારતીય હાઈકમિશનના એક અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાની ટીકા કરી અને કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યું.
દાવો કરવાની સાથે ચોક્કસ પુરાવા પણ રજૂ કરો: ભારતીય હાઈકમિશન
તેમણે 2002 ગુજરાત રમખાણો પર નાઝ શાહની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ભારતીય હાઈકમિશન એ વાત પર દુ:ખ વ્યક્ત કરે છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહીના ચૂંટાયેલા નેતાની વિરુદ્ધ આરોપ લગાવવા માટે આજે એક સાથી લોકશાહી દેશની સંસ્થાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. જેવું કે પહેલા પણ કહેવામાં આવ્યું છે તો ભારતીય હાઈકમિશન પુનરાવર્તન કરે છે કે અભિન્ન ભાગ સંબંધિત વિષય પર કોઈપણ સ્ટેજ પર કોઈ દાવો કરતા તેને પુરાવા સાથે સાબિત કરવાની જરૂર છે."
આતંકવાદીઓને આશરો આપે છે પાકિસ્તાન: બેરી ગાર્ડિનર
આ ચર્ચામાં પક્ષ અને વિપક્ષના 20થી વધારે સાંસદોએ ભાગ લીધો. લેબર પાર્ટીના બેરી ગાર્ડિનરે કહ્યું કે, "પાકિસ્તાન ક્ષેત્રમાં આતંકવાદી કેમ્પોને આશરો આપે છે." તેમણે કહ્યું કે, "આટલા વર્ષોમાં પાકિસ્તાને તાલિબાની નેતાઓને આશરો આપ્યો તથા તેમની ખુફિયા એજન્સી આઈએસઆઈએ તેમને તથા અન્ય આતંકવાદી સંગઠનોને અન્ય રીતે સહયોગ કર્યો."
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: ઉરીમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
આ પણ વાંચો: કાશ્મીર ઘાટીમાં 60થી 70 પાક આતંકીઓ સક્રિય: લેફ્ટનન્ટ જનરલ પાંડે