સંયુક્ત રાષ્ટ્ર: યુક્રેન (Russia Ukraine War) સંકટ પર યુનાઈટેડ નેશન્શ જનરલ એસેમ્બલીના (UNGA) 11માં કટોકટી વિશેષ સત્રમાં, ભારતે કહ્યું કે, કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભારતે કહ્યું છે કે, તે યુક્રેનની બગડતી પરિસ્થિતિ પર ઊંડી ચિંતિત છે અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને દુશ્મનાવટનો અંત લાવવા માટેના તેના આહ્વાનને પુનરાવર્તિત કરે છે. ભારતે એમ પણ કહ્યું કે, સતત વાતચીત દ્વારા જ તમામ મતભેદોને દૂર કરી શકાય છે.
આ પણ વાંચો: યુદ્ધનો 6ઠ્ઠો દિવસ, રશિયાએ કિવમાં ફેક્યાં બોમ્બ, યુક્રેન કહ્યું- યુદ્ધ સમાપ્ત કરો
વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન એ ભારતની સતત સ્થિતિ રહી છે
યુનાઈટેડ નેશન્શ જનરલ એસેમ્બલીના 11માં ઈમરજન્સી સત્રમાં યુક્રેન પર યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, “વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન એ ભારતની સતત સ્થિતિ રહી છે. ભારત સરકાર માને છે કે કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તાત્કાલિક બહાર કાઢવા માટે ભારત શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. આ મહત્વપૂર્ણ માનવ જરૂરિયાતને તાત્કાલિક સંબોધવામાં આવવી જોઈએ.
આ પણ વાંચો: કેટલા ભારતીયો યુક્રેનથી પરત ફર્યા, જાણો અત્યાર સુધી શું થયું?
'હું યુક્રેનના તમામ પડોશી દેશોનો આભાર માનું છું : ટી.એસ તિરુમૂર્તિ
ટી.એસ તિરુમૂર્તિએ કહ્યું કે, "યુક્રેનમાં સ્થિતિ બગડતી જઈ રહી છે તેનાથી ભારત ખૂબ જ ચિંતિત છે. અમે હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને દુશ્મનાવટનો અંત લાવવાની અમારી હાકલનો પુનરોચ્ચાર કરીએ છીએ. ટી.એસ તિરુમૂર્તિએ વધુ જણાવ્યુ હતું કે, 'હું યુક્રેનના તમામ પડોશી દેશોનો આભાર માનું છું કે જેમણે તેમની સરહદો આપણા નાગરિકો માટે ખોલી અને કર્મચારીઓને સુવિધાઓ આપી. અમે અમારા પડોશી અને વિકાસશીલ દેશોના ફસાયેલા લોકોને મદદ કરવા તૈયાર છીએ.