ETV Bharat / international

ગ્રેટા થનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ વાર્તાને નિષ્ફળ ગણાવી, ખામીઓને છોડવાનો નેતાઓ પર લગાવ્યો આરોપ

author img

By

Published : Nov 6, 2021, 9:43 AM IST

જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ (Climate activist Greta Thunberg) ફરી એક વાર ચર્ચામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે, ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ વાર્તા અત્યાર સુધી નિષ્ફળ (UN climate story fails) છે. થનબર્ગે નેતાઓ પર નિયમોમાં જાણી જોઈને ખામીઓને છોડવાનો આરોપ લગાવ્યો હતો

ગ્રેટા થનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ વાર્તાને નિષ્ફળ ગણાવી

  • જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ફરી એક વાર ચર્ચામાં આવી
  • ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ વાર્તા નિષ્ફળઃ થનબર્ગ
  • નેતાઓ પર નિયમોમાં ખામીઓ છોડવાનો થનબર્ગનો આક્ષેપ

ગ્લાસગોઃ જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ (Climate activist Greta Thunberg) ફરી એક વાર ચર્ચામાં આવી છે. તેણે આ વખતે ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ વાર્તાને નિષ્ફળ (UN climate story fails) ગણાવી છે. થનબર્ગે નેતાઓ પર નિયમોમાં જાણી જોઈને ખામીઓને છોડવાનો આરોપ લગાવ્યો હતો. સંમેલન સ્થળની બહાર એક રેલીમાં થનબર્ગે બિન-બંધનકર્તા ઠરાવો સિવાય પ્રદૂષણ કરનારાઓ પર કટાક્ષ કરવા માટે કડક નિયમોનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો- 'તમામ દેશો માટે ઘણો મોટો ખતરો છે જળવાયુ પરિવર્તન' - COP26માં બોલ્યા PM મોદી

વિશ્વના નેતાઓ સચ્ચાઈથી ડરે છેઃ થનબર્ગ

ગ્રેટા થનબર્ગે કહ્યું હતું કે, વિશ્વના નેતા નિશ્ચિતપણે સચ્ચાઈથી ડરે છે, તેમ છતાં તેઓ કેટલા પણ પ્રયાસ કરી લે, પરંતુ તેઓ આનાથી બચી નથી શકતા. તે વૈજ્ઞાનિક સંમતિને અવગણી ન શકે અને તેઓ અમને લોકોને અવગણી ન શકે, જેમાં તેમના પોતાના બાળકો પણ સામેલ છે.

આ પણ વાંચો- શું ગ્લાસગોમાં સોલર ગ્રિડનો આઇડિયા ભારતને બનાવશે ગ્લોબલ લીડર?

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સમજૂતી થઈ રહી હોવાનો આક્ષેપ

આ પહેલા બોસ્ટન કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિની જુલિયા હોરકોસે આ સંબંધમાં કહ્યું હતું કે, આ અમારા ભવિષ્યનો પ્રશ્ન છે. અમારા ભવિષ્ય સાથે સમજૂતી થઈ રહી છે અને અમે બેસી નહીં રહીએ. સંમેલન દરમિયાન હોરકોસ સહિત અનેક વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. કેટલાક યુવાનોએ શુક્રવારે રેલી પણ યોજી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.