હૈદરાબાદઃ 11 મે (ભારતીય સમય)ના સવારે 10 કલાક સુધી ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે 2.83 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
વિશ્વવ્યાપી 4,255,954 લોકોને કોરોના વાઇરસથી ચેપ લાગ્યો છે. 287,332 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. વધુમાં જણાવીએ તો આ આંકડા સતત બદલાતા રહે છે.
મળતી માહિતી અનુસાર, કોરોના વાઇરસથી ચેપાયેલા 1.5 મિલિયનથી વધુ લોકો સમગ્ર વિશ્વમાં સ્વસ્થ થયા છે. આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.