હૈદરાબાદઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે વિશ્વમાં 15,18,719થી વધુ લોકો સંક્રમિત થયા છે અને અત્યાર સુધીમાં 88,502થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત 3,30,589થી વધુ લોકો રિકવર થયા છે.
આ વાઇરસ ઉધરસ અથવા છીંકથી ફેલાઇ છે. નવા કોરોના વાઇરસ મોટા ભાગના લોકો માટે હળવા અથવા મધ્યમ લક્ષણોનું કારણ બન્યું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોમાં તેની વધુ અસર થઇ રહી છે અને મૃત્યુનું કારણ બની છે.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે ગુરૂવારે કોવિડ 19ના 63 નવા કેસ નોંધ્યા છે. જેમાં 61 લોકો તાજેતરમાં વિદેશથી પરત ફરનારા છે.
આ ઉપરાંત હુબેમાં કોરોના વાઇરસના કોઇ નવા કેસ નોંધાયા નથી, પરંતુ બે નવા મોત સામે આવ્યા છે.
જાપાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં પહેલીવાર બુધવારે 500 નવા કેસ સામે આવ્યા છે. જેમાં કુલ રાષ્ટ્રીય સંખ્યા 4768 પર પહોંચી છે. આ વર્ષની શરૂઆતમાં ટોક્યો નજીક આવેલા ક્રુઝ શિપમાંથી સેંકડોને બાદ કરતા આ આંકડો સામે આવ્યો છે.