વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં મૃતક 70 વર્ષિય વૃદ્ધા છે. ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા અનુસાર મૃતકને ગત સપ્તાહે તાવ અને શરદીની ફરિયાદ હતી. જેના કારણે વૃદ્ધાને વેસ્ટકોસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
અહીં સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. કોરોના સંક્રમિત વૃદ્ધાની સારવાર દરમિયાન હોસ્પિટલના સ્ટાફે પણ સલામતી દાખવી હતી. જેમાં હોસ્પિટલના 21 કર્મચારીઓને અલગ રખાયા હતા. ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 514 પર પહોંચી છે.