વોશિંગ્ટન: કોરોના વાઈરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 1 લાખ 77 હજાર 641 લોકોના મોત થયાં છે. જ્યારે 25 લાખ 57 હજાર 181થી વધુ લોકો સંક્રમિત થયાં છે. આ આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યા છે. તેના અનુસાર કોરોના વાઈરસથી સંક્રમિત 6 લાખ 90 હજાર 444 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. તેમજ અલગ અલગ દેશોમાં કોરોનાના 16 લાખ 89 હજાર 96 લોકો સંક્રમિત છે. જેની સારવાર ચાલુ છે.
કોરોના વાઈરસથી અમેરિકા ખરાબ રીતે પ્રભાવિત છે. ત્યાં અત્યાર સુધીમાં 45 હજાર 340 લોકોના મોત થયાં છે. જ્યારે 8 લાખ 19 હજાર 164 લોકો કોરોના સંક્રમિત છે. સ્પેનમાં 2 લાખ 4 હજાર 178 લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે 21 હજાર 282 લોકોના મોત થયાં છે. ઈટાલીમાં 1 લાખ 83 હજાર 957 લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે 24 હજાર 648 લોકોના મોત થયાં છે. ફ્રાંસમાં 1 લાખ 58 હજાર 50 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 20 હજારથી વધુના મોત થયાં છે.
જર્મનીમાં 1 લાખ 48 હજાર 453 લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે 5 હજારથી વધુ લોકોના મોત થયાં છે. બ્રિટેનમાં 17 હજાર 337 લોકોના કોરોનાથી મોત થયા છે જ્યારે 1 લાખ 29 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે.